રોહિતની ઇજાને લઇ આવ્યું સૌથી મોટું અપડેટ, જાણો સેમી ફાઇનલમાં રમી શકશે કે નહીં…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં જબરદસ્ત પ્રદર્શન કરતી જોવા મળી છે. ગયા વર્ષે ભારતને શરૂઆતથી જ હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે ભારતે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ હવે સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે 10 નવેમ્બરના રોજ એડિલેડ ખાતે રમવાની છે. હાલમાં બંને ટીમો એડિલેડ ખાતે પ્રેક્ટિસ કરતી જોવા મળી છે.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની ઇજા બાબતે ચિંતિત જોવા મળી હતી. થોડા સમય પહેલા જ બુમરાહ અને જાડેજા ઇજાના કારણે વર્લ્ડકપ માંથી બહાર થયા છે. તાજેતરમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. પગના ભાગે ઇજા થઇ હોવાના કારણે તે પ્રેક્ટિસ સેશન દરમિયાન બહાર થયો હતો પરંતુ હાલમાં તેની ઇજા અંગે સૌથી મોટું અપડેટ આવ્યું છે.

રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ચાહકોની ચિંતા વધી હતી. રોહિત અત્યાર સુધી એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે સૌથી મહત્વનો રહી ચૂક્યો છે. હાલમાં તે ઇજાગ્રસ્ત થતા તમામ ખેલાડીઓ ચિંતામાં જોવા મળ્યા હતા. તે સેમી ફાઇનલમાં રમશે કે નહીં તે બાબતે પણ ચર્ચા ચાલી રહી હતી. હાલમાં તેની ઇજા અંગે નવા સમાચાર સામે આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે તે સેમિફાઇનલમાં રમશે કે નહીં.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો પરંતુ તે થોડીક વાર જ બહાર રહ્યો હતો. હાલમાં ફરી એકવાર તે મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. સ્વસ્થ થયા બાદ તે નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ભારતીય ટીમ અને ચાહકો માટે આ સારા સમાચાર ગણી શકાય છે. હાલમાં તે પીડામાંથી સંપૂર્ણપણે મુક્ત થયો છે. તે ફરી એક વખત મેદાને જોવા મળશે.

રોહિત શર્માની ઇજાએ તમામ ખેલાડીઓનું ટેન્શન વધાર્યું હતું પરંતુ હાલમાં રાહત પણ મળી છે. મેડિકલ ટીમે ઘણો સાથ આપ્યો છે. ટૂંક સમયમાં જ તે મેદાન પર પરત ફર્યો છે. હવે ઇંગ્લેન્ડ સામેની મેચમાં તે મજબૂત ટીમ સાથે મેદાને ઉતરશે અને જીત મેળવશે. ભારતીય ટીમ આ વખતે ફાઇનલમાં પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત વર્લ્ડકપ પણ જીતી શકે છે.

ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. ત્યારબાદ વન-ડે સિરીઝ પણ રમાશે. આ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવાની છે. ફરી એકવાર ભારતીય ટીમ દ્વિપક્ષીય સિરીઝ રમતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *