યુવરાજ અને રૈના જેવા આ બે ઘાતક બેટ્સમેનો મળતા રોહિત શર્માનું આ સૌથી મોટું ટેન્શન થયું દૂર…

ભૂતકાળમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભારતીય ટીમને ઘણું બધું આપ્યું છે. ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે. યુવરાજ અને રૈના જેવા ઘાતક ખેલાડીઓ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ઘણા વર્ષો સુધી સંભાળ્યો હતો. પરંતુ તેઓએ નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમને રોહિત શર્માના રૂપમાં નવો કેપ્ટન મળ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ફરી એક વાર વિશ્વ પર રાજ કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા એક મજબૂત પ્લેઇંગ ઇલેવનની ટીમ તૈયાર કરી રહ્યો છે, જે માટે તે ઘણા નવા યુવા ખેલાડીને તક આપી રહ્યો છે.

રોહિત શર્માએ સતત ટીમમાં ફેરબદલી કરીને હાલમાં બે નવા ખેલાડીઓ શોધ્યા છે કે જેઓ યુવરાજ અને રૈના જેવી ઘાતક બેટિંગ માટે જાણીતા છે. આ બંને ખેલાડીઓને છેલ્લા ઘણા સમયથી તક આપવામાં આવતી હતી અને તેના પર મૂલ્યાંકન કરવામાં આવતું હતું. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે હાલમાં સુર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐયર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. ઉપલા ક્રમના બેટ્સમેન નિષ્ફળ ગયા બાદ કઇ રીતે ભારતીય ટીમને સંભાળવી તે આ ખેલાડીઓએ બતાવ્યું છે. આ ઉપરાંત તેમને થોડા બોલમાં વધુ રન બનાવીને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. આ બંનેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમને યુવરાજસિંહ અને સુરેશ રૈના જેવા ઘાતક બેટ્સમેનો ફરી પાછા મળી ગયા છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને મિડલ ઓર્ડરની સમસ્યાને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તાજેતરમાં આ બંને ખેલાડીઓએ મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળ્યો છે અને ભારતીય ટીમને જીત તરફ લઇ જઇ રહ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ સમસ્યાનો અંત લાવીને ભારતીય ટીમને વધુ મજબૂત બનાવી છે.

જ્યારથી યુવરાજસિંહ અને સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ત્યારથી ભારતીય ક્રિકેટના ખરાબ દિવસો શરુ થઇ ગયા હતા. ભારતીય ટીમને આઇસીસીની દરેક ટુર્નામેન્ટમાં આ બંને ખેલાડીઓને કમી વર્તાઇ રહી હતી. ભારતીય ટીમ 2013 પછી એક પણ આઇસીસી ટુર્નામેન્ટ જીતી નથી. પરંતુ રોહિત શર્માએ હવે ફરી એકવાર ટીમને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *