હાર્દિક પંડયાની ફિટનેસને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમશે કે નહીં?

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં 24 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી પહેલી વખત વર્લ્ડ કપમાં ભારત સામે જીત મેળવી હતી. પાકિસ્તાનની ટીમ આ વર્ષે ખૂબ જ મજબૂત દેખાઇ રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સામેની હાર બાદ ભારત કઇ રીતે કમબેક કરી સેમીફાઈનલમાં પહોંચશે.

પાકિસ્તાન સામેની આ કારમી હાર બાદ ટીમને વધુ એક ઝટકો લાગ્યો હતો. ટીમનો સ્ટાર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. હાર્દિક પંડ્યા એક મેચ વિનર ખેલાડી છે. તે એક એવો ખેલાડી છે જે માત્ર એકવાર મેચ પલટી શકે છે. તેથી ટીમ ઇન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય.

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિકના ખભા પર બોલ લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને થોડી ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેણે ભારતીય ટીમની ચિંતા વધારી હતી. કારણ કે ભારતીય ટીમ પાસે કોઇ એવો ખેલાડી નથી જે હાર્દિક પંડ્યાને રિપ્લેસ કરી શકે.

મળતી માહિતી મુજબ હવે હાર્દિક પંડ્યા ફિટ છે અને તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે અવેલેબલ રહેશે. પાકિસ્તાન સામેની કારમી હાર બાદ આ ભારતીય ટીમ માટે પ્રથમ સારા સમાચાર કહી શકાય. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે સંપૂર્ણ રીતે ઠીક થઇ ચૂક્યો છે અને તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઉપલબ્ધ રહેશે.

ભારતીય ટીમ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે. ભારતીય ટીમને વર્લ્ડ કપમાં બની રહેવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. તેવામાં ટીમ મેનેજમેન્ટે હાર્દિક પંડ્યાને લઇને કોઈ બેદરકારી રાખવા માંગતી નથી.

જોકે હાર્દિક પંડ્યા હાલ કંઇ એવા ખાસ ફોર્મમાં ચાલી રહ્યો નથી પરંતુ તે એક એવો ખેલાડી છે જે માત્ર એક ઓવરમાં મેચ પલટી શકે છે. તેથી તેની ફિટનેસ ભારતીય ટીમ માટે ખૂબ જ જરૂરી છે. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં 8 બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા. જ્યારે તેને ભારતીય ટીમમાં એક ફિનિશર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *