35 વર્ષીય આ ઘાતક ખેલાડીને પસંદ ન કરવો પસંદગીકારોની છે સૌથી મોટી ભૂલ…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવા રવાના થઇ છે. આ સિરીઝમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે. આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીતી હતી. પરંતુ સાઉથ આફ્રિકાની ધરતી પર હજી સુધી ભારતે એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા જ ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા ઇજાગ્રત થવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે.

છેલ્લા ઘણા સમયમાં ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ખરાબ ફોર્મમાં ચાલતા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો પરંતુ તેના સ્થાને કોઇ અનુભવી ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહીં. ભારતીય ટીમમાં એક એવો પણ ખેલાડી છે કે જે રોહિત શર્મા જેવી જ ઘાતક બેટિંગ કરે છે. પરંતુ તેને ઘણા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.

તમને જણાવી દઇએ કે તે ખેલાડી શિખર ધવન છે. શિખર ધવનને ટી 20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તક આપવામાં આવી નહોતી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ તેમાં પણ તેનું નામ સામે આવ્યું નથી. 35 વર્ષીય આ ખેલાડીની પસંદગીકારો સતત અવગણના કરી રહ્યા છે.

જો શિખર ધવનનું ભૂતકાળ જોવામાં આવે તો વિશ્વના ટોચના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. તેના આંકડા પર નજર કરવામાં આવે તો તે સફળ સાબિત થયો છે. તેણે 34 મેચોમાં 2300થી વધુ રન બનાવ્યા છે. જેમાં 7 સદી ફટકારી છે. આ બધા આંકડાને જોતા પસંદગીકારો શિખર ધવનની પસંદગી કેમ નથી કરી રહ્યા તે મોટો સવાલ છે.

રોહિત શર્મા અને કેએલ રાહુલે ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઉપરાંત શિખર ધવને 2018 પછી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં પણ તેને તક આપવામાં આવી નહોતી. આ બધી પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે હવે ટેસ્ટ સીરીઝમાં ધવન માટે ભારતીય ટીમના દરવાજા બંધ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *