હારનું કારણ બનનાર આ ખેલાડીને રિટેન કરીને મુંબઇ ઇન્ડિયન્સે કરી સૌથી મોટી ભૂલ…

આઈપીએલની 15મી સીઝન એપ્રિલ 2022માં શરૂ થશે. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મેગા ઓક્શન થશે. મેગા ઓક્શન પહેલા દરેક ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચોંકાવનારા નિર્ણય લેવામાં આવ્યા છે. ઘણી બધી ટીમો દ્વારા ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને રીટેન કરવાને બદલે હરાજી પુલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

મેગા ઓક્શનની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર મેગા ઓક્શન જાન્યુઆરીમાં યોજાશે. મેગા ઓક્શનમાં 8ને બદલે 10 ટીમો જોવા મળશે. કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનવ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઈ ગઈ છે.

આઇપીએલ 2022 પહેલા એક રોમાંચક મેગા ઓક્શનમાં યોજાશે. મેગા ઓક્શન પહેલા દરેક ટીમે પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો તેણે પણ ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે અને બાકીના ખેલાડીઓની પસંદગી મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં કરશે.

મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કરેલા ખેલાડીઓની વાત કરીએ તો તેણે ટીમના કેપ્ટન રોહિત શર્માને 16 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. આ સિવાય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 12 કરોડ રૂપિયા આપીને રિટેન કરવામાં આવ્યો છે. જ્યારે સૂર્ય કુમાર યાદવને 8 કરોડ અને કિરોન પોલાર્ડને 6 કરોડ રૂપિયા આપીને રિટેન કરવામાં આવ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સના રીટેન્શન અંગે વાત કરીએ તો રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કિરોન પોલાર્ડનું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ચોથા ખેલાડી તરીકે સૂર્ય કુમાર યાદવ અને ઇશાન કિશનના નામ સામે આવ્યા હતા. જેમાંથી મુંબઇ ઇન્ડિયન્સે સૂર્ય કુમાર યાદવને આઠ કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. પરંતુ આ ખેલાડી આઇપીએલ 2021 માં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેમ છતાં પણ તેને રીટેન કરવામાં આવ્યો છે.

આઇપીએલ 2021 માં સૂર્ય કુમાર યાદવનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેણે 14 મેચોમાં 22.64ની સરેરાશથી માત્ર 317 રન બનાવ્યા હતા. સૂર્ય કુમાર યાદવ ખરાબ ફોર્મમાં હોવાને કારણે મુંબઇ ઇન્ડિયન્સનો મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. જેના કારણે ઘણી મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઘણી મેચોમાં હારનું કારણ બનેલ ખેલાડીને રિટેન કરીને મુંબઇ ઇન્ડિયન્સે ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આઈપીએલ 2022માં સૂર્ય કુમાર યાદવ કેવું પ્રદર્શન કરેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *