આ ઘાતક ખેલાડીને રિટેન ન કરીને CSKએ કરી સૌથી મોટી ભૂલ…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો વચ્ચે આ લીગ રમાશે. તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ 30 નવેમ્બરના રોજ જાહેર કર્યા હતા. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. આઇપીએલ 2022 પહેલા જાન્યુઆરીમાં આ ભવ્ય મેગા ઓકશનનું આયોજન થશે.

આ વર્ષે આઇપીએલ પહેલા યોજાનારા મેગા ઓક્શનમાં તમામ ટીમો પોતાના ખેલાડીઓની પસંદગી નવેસરથી કરશે. દર વર્ષે ઘરેલુ ટુર્નામેન્ટમાંથી યુવા ખેલાડીઓની આઇપીએલમાં પસંદગી થતી હોય છે અને આ ખેલાડીઓ આઇપીએલમાં ખુબ સારું પ્રદર્શન કરે છે. વિદેશી ખેલાડીઓ પર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું હુન્નર બતાવે છે.

મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો તેણે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. પ્રથમ રીટેન્શન ખેલાડી તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઇન અલી એમ ટોટલ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. બાકીના ખેલાડીઓને હરાજી પુલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

CSKએ રીટેન કરાયેલા ખેલાડીમાં આ ખેલાડીનું નામ ન હોવાથી તેની મુશ્કેલીઓ વધી છે. ચેન્નઇ સુપરકિંગ્સે ઘાતક સ્પિનર ઇમરાન તાહિરને રીટેન ન કરીને સૌથી મોટી ભૂલ કરી છે. આ ઘાતક સ્પિનર હાલમાં શ્રીલંકા પ્રીમિયર લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. આ લીગમાં દામ્બુલા જેન્ટ્સ તરફથી રમતા ઇમરાન તાહિરે 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી.

આઇપીએલ 2021 માં ઇમરાન તાહિરને ફકત એક મેચમાં લેવામાં આવ્યો હતો અને તેણે તેમાં બે વિકેટ ઝડપી હતી. દુનિયાભરની તમામ લિગોમાં તેણે ઘણું સારું સારું પ્રદર્શન કરીને સાબિત કરી દીધું છે કે તે આનાથી પણ વધારે સારું પ્રદર્શન કરી શકે છે. તે પોતાની સ્પિન બોલિંગથી વિશ્વના કોઇ પણ બેટ્સમેનને આઉટ કરી શકે છે. આવા ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ ન કરવો એ મોટી ભૂલ સાબિત થઇ શકે છે.

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ઇમરાન તાહીરે ઘણી બધી મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. આઇપીએલ 2020માં તેણે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. દરેક સિઝનમાં ઇમરાન તાહિર ચેન્નઇ સુપરકિંગ્સ માટે સફળ સાબિત થયો છે. તેમ છતાં પણ રીટેન કરવામાં આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે મેગા ઓક્શનમાં ચેન્નઇ સુપરકિંગ્સ ઇમરાન તાહિરને ખરીદશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *