મોટો ખુલાસો, વિરાટ કોહલી આ કારણે નહીં રમે આફ્રિકા સામેની વન-ડે સિરીઝ…

ન્યૂઝીલેન્ડ સામેની ભવ્ય જીત બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જવાની છે. સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે અને વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા રવિવારના રોજ તમામ ખેલાડીઓ મુંબઇમાં ટ્રેનિંગ કેમ્પ માટે એકત્ર થયા હતા. ચાર દિવસ બાદ 16 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થશે. પરંતુ પ્રવાસ પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયા છે.

મુંબઇમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્માને હાથમાં થયેલી ઇજાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માંથી બહાર થઇ ગયો છે. સાથે સાથે કોહલીએ પણ બીસીસીઆઇને વેકેશન માટે અપીલ કરી હતી. આ બંને સ્ટાર બેટ્સમેનો એક સાથે ભારતીય ટીમમાં ન હોવાને કારણે મેનેજમેન્ટ ટીમ ચિંતામાં મૂકાઇ છે.

તમને જણાવી દઇએ કે કોહલીના વેકેશન અંગે હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એવા અનુસાર વિરાટ કોહલી પોતાની પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે સમય કાઢવા ઇચ્છા છે. વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2020 ના રોજ થયો હતો. આ વર્ષે પ્રથમ જન્મદિવસ પરિવાર સાથે પસાર કરવા માટે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં જોવા મળશે નહીં.

ગયા વર્ષે જ્યારે વામિકાનો જન્મ થયો હતો. ત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ રમી રહી હતી. ત્યારે પણ વિરાટ કોહલી વેકેશન પર ગયો હતો. ત્યારબાદ અજિંક્ય રહાણેએ કેપ્ટનશીપ સંભાળીને વિજય મેળવ્યો હતો. સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરીના રોજ શરૂ થશે અને ત્યાર પછી 19 જાન્યુઆરીના રોજ વનડે સિરીઝનો પ્રારંભ થશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ બહાર થતાં અન્ય યુવા ખેલાડીઓને સારી તક મળી શકે છે. ગુજરાતી યુવા ખેલાડી પ્રિયાંક પંચાલને રોહિત શર્માની સ્થાને ટીમમાં લેવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામે 4 ટી 20 મેચ રમાવાની હતી પરંતુ ઓમિક્રોન વાયરસના કારણે રદ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *