થઈ ગઈ મોટી ભવિષ્યવાણી, કોહલી બાદ આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન…
વિરાટ કોહલીએ હાલમાં જાહેરાત કરી હતી કે તે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. વિરાટ કોહલીની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે?
વિરાટ કોહલીની આ મોટી જાહેરાત બાદ ક્રિકેટ નિષ્ણાંતો અટકળો લગાવી રહ્યા છે કે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે. ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી બ્રેડ હોગે ટીમ ઇન્ડિયાના આગામી કેપ્ટનને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.
બ્રેડ હોગે કહ્યું કે, જો ભારત લાંબા સમય માટે વિચારી રહી હોય તો શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, તે દિલ્હી કેપિટલ્સના ખેલાડી શ્રેયસ અય્યરથી ખૂબ જ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે ઐયર ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાનો કેપ્ટન બની શકે છે.
હોગે કહ્યું કે, ઇજાગ્રસ્ત થયા બાદ તેની હાલમાં જ વાપસી થઈ છે. તે હાલમાં ખૂબ જ પ્રેશરમાં છે. તેને ટી20 વર્લ્ડ કપ 2021 માટે પસંદ કરવામાં આવેલી ભારતની મુખ્ય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, મેં જે એક વસ્તુ પ્રેસ કોન્ફરન્સમાં જોઇ તે એ છે કે શ્રેયસ ઐયર ફ્યૂચરમાં ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. શ્રેયસ ઐયરે આઈપીએલમાં વાપસી કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તે ટીમમાં આવ્યા બાદ પંતને કેપ્ટન બનાવી રાખવાના નિર્ણય પર તેને કોઈ વાંધો નથી. શ્રેયસની આ વાત બ્રેડ હોગને પસંદ આવી હતી.
હોગે વધુમાં કહ્યું કે, શ્રેયસ ટીમને પહેલા રાખે છે. આ જ કારણ છે કે હાલ દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પણ ટોપ પર છે. તેનું કારણ શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ છે. જે ટીમમાં પોતાનો રોલ ભજવવાનું જાણે છે. ટીમ મુખ્ય હોવાના કારણે પંતને કેપ્ટન બનાવી રાખવાના નિર્ણય પર તેને કોઈ વાંધો નથી.
અંતે હોગે કહ્યું કે, શ્રેયસ ઐયરે ટીમને પહેલા રાખી. શ્રેયસ ઐયરનો આ સ્વભાવ જોઈને મને લાગે છે કે તે ફ્યૂચરમાં ભારતનો કેપ્ટન બની શકે છે.