કોરોના વાયરસને કારણે આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા જ લેવાયો આ મોટો નિર્ણય…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા માટે ગઇ છે. આફ્રિકા સામે શરૂ થતી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ સેન્ચુરિયન, કેપટાઉન અને જોહાનિસબર્ગમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે થશે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વન-ડે સિરીઝનો પ્રારંભ થશે.

ટેસ્ટ સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘણા બધા યુવા ખેલાડીઓને આ ટેસ્ટ સીરીઝમાં તક આપવામાં આવી છે. ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ ખૂબ જ અગત્યની છે કેમકે સાઉથ આફ્રિકાની ધરતી પર ભારતીય ટીમ એક પણ વખત ટેસ્ટ સિરીઝ જીતી શક્યુ નથી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા છે. જ્યારે આફ્રિકાનો ફાસ્ટ બોલર નોર્ટજે ઇજાને કારણે ટીમમાંથી બહાર થયો છે. આ ઉપરાંત સિરીઝ શરૂ થાય તે પહેલા ચાહકો માટે પણ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઇએ કે બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓની સુરક્ષા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. CSAના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ક્રિકેટ પ્રેમીઓને સૂચિત કરવામાં આવે છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ટિકિટ ઉપલબ્ધ રહેશે નહીં. આ નિર્ણય બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓની સુરક્ષા માટે સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસને કારણે બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને ભારત અને આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં ટિકિટો ન વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. જેથી ખેલાડીઓ માટે કોરોના મુક્ત વાતાવરણ જાળવી શકાય. દરેક ક્રિકેટ પ્રેમીઓને જણાવવામાં આવ્યું છે કે આ બધી મેચો સુપર સ્પોર્ટ્સ અને એસએબીસી પર નિહાળી શકાશે. આ ઉપરાંત CSA અન્ય વિકલ્પ પણ શોધી રહ્યું છે.

સાઉથ આફ્રિકા દ્વારા આ પહેલા પણ 2020માં કોરોના મહામારીને કારણે મંજાસી સુપર લીગને રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 4 મેચોની ટી 20 સિરીઝ પણ રમવાની હતી. પરંતુ કોરોના વાયરસને ધ્યાનમાં લેતા સાઉથ આફ્રિકા દ્વારા ટી 20 સિરીઝ રદ કરવામાં આવી હતી અને હવે ટિકિટ ન વેચવાનો નિર્ણય લેવાતાં ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *