BCCIએ આ વાતને લઇ ભારતીય ખેલાડીઓને ખખડાવ્યા, કહી દીધું એવું કે…

ટી 20 વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ બે મેચમાં હાર મળી હતી. પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવું મુશ્કેલ થઇ ગયું હતું. ભારતીય ખેલાડીઓએ ટી 20 વર્લ્ડકપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ભારતના બેટ્સમેનો અને બોલરો સતત નિષ્ફળ રહ્યા છે. ભારતને સેમીફાઇનલમાં પ્રવેશવા માટે બીજી ટીમ પર આધાર રાખવો પડે તેમ હતો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેચના હારનું કારણ બતાવતા જસપ્રીત બુમરાહે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી સતત મેચ રમી રહ્યા છીએ. બાયો બબલમાં રહેવાને કારણે માનસિક થાકનો સામનો કરવો પડે છે. આઇપીએલ અને વર્લ્ડકપ વચ્ચે બ્રેક મળ્યો નહોતો. આ ઉપરાંત તેણે અન્ય કારણો પણ જણાવ્યા હતા.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને બોલિંગ કોચ ભરત અરુણે ભારતની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સતત છ મહિનાથી આઇપીએલ રમ્યા બાદ માનસિક રીતે ખેલાડીઓ થાકી ગયા હતા. આઇપીએલ અને વર્લ્ડકપ વચ્ચે થોડો આરામ મળી ગયો હોત તો સારું હતું. બોલિંગ કોચે ભારતીય ટીમને હારવાના અન્ય કારણો પણ જણાવ્યા હતા.

બીસીસીઆઇએ આ તમામ ખેલાડીઓના નિવેદન સાંભળ્યા આપ્યા બાદ જણાવ્યું હતું કે, જ્યાં સુધી થાકની વાત કરીએ તો આઇપીએલ રમવા પર અમે દબાણ કર્યું ન હતું. જો ખેલાડીઓને એમ લાગતું હોય કે વર્લ્ડ કપ મહત્વનો છે તો આઈપીએલ ન રમવી જોઇએ. મેચ હાર્યા બાદ ખેલાડીઓના આવા નિવેદનોને બીસીસીઆઈએ ફંગોળ્યા છે.

બીસીસીઆઇએ વધુમાં જણાવ્યું કે, અમે તમને બધી સુવિધાઓ પૂરી પાડીએ છીએ. બાયો બબલમાં તમે પરિવાર સાથે રહ્યા હતા. બધા જાણે છે કે કોરોનાકાળ મુશ્કેલ સમય હતો. વર્લ્ડકપ પહેલા તમને એમ લાગતું હતું કે અમે થાકી ગયા છીએ તો આઇપીએલ ન રમવી જોઇએ.

ભારતની ટીમ ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. ભારતના તમામ ચાહકોને એવી આશા હતી કે સેમિફાઇનલમાં ભારત પ્રવેશ મેળવશે પરંતુ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે તે થઇ શક્યું નહીં. હવે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં નવા કેપ્ટન અને નવા કોચ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપની તૈયારી ભારત અત્યારથી જ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *