વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પહેલાં જ ગભરાઇ ગયું BCCI, લેવાયો આ મોટો નિર્ણય…
તાજેતરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલું સિરીઝ રમવાની છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમવાની છે. આ પહેલા જ બીસીસીઆઇ દ્વારા ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્રીજી લહેર હાલ પિક પર પહોંચી ગઈ છે. જેમાં રોજના હવે મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. ક્રિકેટ જગત પર તેની માઠી અસર થઇ રહી છે. આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વમાં ઘણા ખેલાડીઓ કોરોનાના કારણે સંક્રમિત થયા છે, જેના કારણે તેઓ સિરીઝમાંથી બહાર થયા છે.
તાજેતરમાં ફરી એકવાર ક્રિકેટ પર કોરોનાની અસર પડી છે. આવતા મહિને ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સિરીઝ યોજાવાની છે. આ બાબતોને લઈને બીસીસીઆઇ દ્વારા ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે પ્રવાસ ઘટાડવા માટે સ્થળોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી શરૂ થતા પ્રવાસ માટે અમદાવાદ, જયપુર અને કોલકાતામાં ત્રણ વન-ડે અને કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં ત્રણ ટી-20 મેચ રમાવાની હતી. પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ દ્વારા તે સ્થળોની સંખ્યા ઘટાડીને બે સ્થળે રમવાની ફરજ પાડી છે.
બીસીસીઆઈએ આપેલા નિવેદન અનુસાર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. સિરીઝને મૂળ રીતે જાહેર કરેલા સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને અને બાયો બબલના જોખમોને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈ દ્વારા ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ અમદાવાદ અને કોલકત્તા એમ બે સ્થળોએ રમવા માટે ભલામણ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટી-20 સિરીઝ રમવાની છે. આવી પરિસ્થિતિ રહેશે તો તેમાં પણ ફેરફાર કરવામાં આવશે.