BCCI એ આ ઘાતક ખેલાડીને IPL બાદ પણ યુએઈમાં જ રહેવાનો આદેશ આપ્યો…
આઈપીએલ 2021 માં ધણા બધા યુવા ખેલાડીઓએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. યુવા ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ વર્ષે સૌથી પહેલા કાશ્મીરી બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. તેણે આઈપીએલ 2021 માં પોતાની ઝડપી બોલિંગથી તહેલકો મચાવી દીધો છે.
તમને જણાવી દઈએ કે, ઉમરાન મલિકની ઉંમર માત્ર 21 વર્ષની છે. પરંતુ તેણે આઈપીએલ 2021 માં સતત 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી સૌ કોઈને હેરાન કરી દીધા છે. આ ઉપરાંત પણ ઘણા બધા એવા ઝડપી બોલરો છે જેણે આઈપીએલમાં કમાલ કરીને બતાવ્યો છે.
આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના યુવા બોલર આવેશ ખાનનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળી રહ્યું છે. તેણે આઈપીએલ 2021 માં અત્યાર સુધી કુલ 23 વિકેટ પોતાને નામે કરી છે. દિલ્હી કેપિટલ્સના આ ઝડપી બોલરને હવે ટી-20 વર્લ્ડકપ માટે રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે.
બીસીસીઆઈએ આવેશ ખાનને યુએઈમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. તેને ટી-20 વર્લ્ડકપની ટીમમાં સામેલ થવા માટે આઈપીએલ બાદ યુએઈમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેની પસંદગી નેટ બોલર તરીકે કરવામાં આવી છે. તેથી તેને આઈપીએલ 2021 સમાપ્ત થયા બાદ પણ યુએઈમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારત પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. જે દુબઈ ખાતે રમાશે. પસંદગી સમિતિના નજીકના બીસીસીઆઈના સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પસંદગીકારોએ આવેશ ખાનને પણ નેટ બોલર તરીકે સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, હાલ આવેશ ખાનને માત્ર નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ જો મેનેજમેન્ટને લાગશે તો તેને અપગ્રેડ કરી શકાય છે. આવેશ ખાન આઈપીએલ 2021 માં વિકેટ લેવાની યાદીમાં બીજા ક્રમ પર છે. તેણે અત્યાર સુધી કુલ 23 વિકેટ પોતાના નામે કરી છે અને હર્ષલ પટેલ 32 સાથે સૌથી આગળ છે.