આ દિગ્ગજ ખેલાડી પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, કારણ છે ચોંકાવનારું…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ક્રિકેટ રમતને લઈને કેટલાક નિયમો વિશ્વભરમાં જાહેર કરવામાં આવ્યા છે. દરેક દેશોના ક્રિકેટ બોર્ડ આઇસીસી હેઠળ ચાલી રહ્યા છે. દરેક ટોચના ખેલાડીઓ આ નિયમોનું પાલન કરીને અનોખા રેકોર્ડ પોતાના નામે કરતા હોય છે. પરંતુ અમુક એવા ખેલાડીઓ હોય છે કે જેઓ આ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે.

વિશ્વમાં ક્રિકેટ રમત સૌથી વધુ લોકપ્રિય બની રહી છે. દરેક ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં જગ્યા મેળવતા હોય છે. પરંતુ ક્યારેક કેટલાક ખેલાડીઓ ખોટી હરકત કરીને મેચ જીતવાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં જ આઇસીસી દ્વારા આ ઘાતક ખેલાડી પર ખોટા કૃત્યને લઇને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

પાકિસ્તાનના 21 વર્ષીય બોલર મોહમ્મદ હસનૈન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાસ્તવમાં આ બોલરને ખોટી બોલિંગ એક્શન બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં ફરી એકવાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જ્યાં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓએ તેની ઉપર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ આઇસીસી દ્વારા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

21 જાન્યુઆરીએ લાહોરમાં મોહમ્મદ હસનૈનની ક્રિયાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીબીએલમાં તેની ક્રિયાને લઇને સવાલો ઉઠયા હતા. સિડની સિક્સર્સના ઓલરાઉન્ડર મોઇસિસે તેના પર સવાલ ઉઠાવ્યા હતા. તે આઇસીસી દ્વારા નિર્ધારિત 15 ડિગ્રી નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળ્યો છે. જેમાં તે ગુડ લેન્થ બોલ, બાઉન્સર અને ફુલલેન્થ બોલ ફેંકે છે.

તમને જણાવી દઇએ કે જ્યાં સુધી પ્રતિબંધ હટાવવામાં ન આવે ત્યાં સુધી આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં બોલિંગ કરી શકશે નહીં. આ ખેલાડીએ તાજેતરમાં ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હવે તેની બોલિંગ એક્શનમાં સુધારો ન થાય ત્યાં સુધી સલાહકારની નીચે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી તેની ક્રિયા યોગ્ય ન થાય ત્યાં સુધી તે બોલિંગ કરી શકશે નહીં.

મોહમ્મદ હસનૈનનું વિશેષ ધ્યાન રાખવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઇસીસીને વચન આપવામાં આવ્યું છે. વધુમાં બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હસનૈન એક શાનદાર બોલર છે જે 145થી વધુ ઝડપથી બોલિંગ કરી શકે છે. પરંતુ તે આગામી મેચમાં ભાગ લેશે નહીં અને હવે તે એક્શન ફિક્સ કરવા પર ધ્યાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *