37 વર્ષીય ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમમાં સ્થાન…

ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારત ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના સ્થાને કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ભારતીય ટીમના નવા કેપ્ટન રોહિત શર્મા અને નવા કોચ રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ 17 નવેમ્બરે ભારત ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ રમવા માટે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં અને પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે જવાબદારી નિભાવશે.

ન્યૂઝીલેન્ડ સિરીઝમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે. રિષભ પંતને વર્કલોડના કારણે આરામ આપવામાં આવશે. તેના સ્થાને રિદ્ધિમાન સાહા અથવા કેએસ ભરતને ટીમમાં સ્થાન મળી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રિદ્ધિમાન સાહાને છેલ્લી તક આપવામાં આવશે. આરસીબીના પ્લેયર્સ કેએસ ભરતને પહેલી વાર ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ રિદ્ધિમાન સાહા માટે અગ્નિપરીક્ષા સમાન છે. કેમકે જો તેનું પ્રદર્શન ખરાબ રહેશે તો કેએસ ભરત તેનું પત્તું કાપી શકે છે.

કેએસ ભરત માટે પણ ન્યુઝીલેન્ડ સિરીઝ અગત્યની છે. જો તેનું પ્રદર્શન સારું રહ્યું તો તેની જગ્યા ભારતીય ટીમમાં કાયમી થઇ શકે છે. એવું માનવામાં આવે છે કે જો રિદ્ધિમાન સાહા એક પણ ભૂલ કરશે તો તેનું કેરિયર સમાપ્ત થઇ શકે છે કારણ કે તે હાલ 37 વર્ષનો છે. આ ઉંમરમાં મોટાભાગના ક્રિકેટરો નિવૃત્તિ લઇ લેતા હોય છે. આઇપીએલમાં તે ધૂમ મચાવે છે પરંતુ આ સિરીઝમાં તેને સારું પ્રદર્શન કરવું પડશે.

કેએસ ભરત પણ જબરદસ્ત બેટિંગ કરે છે. આઈપીએલ 2021માં તેણે 191 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આપવામાં આવ્યો છે. પહેલી ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *