36 વર્ષીય આ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત, હવે ગમે ત્યારે લઇ શકે છે નિવૃત્તિ…
ટી 20 વર્લ્ડ કપ 2021 માંથી ભારતીય ટીમ બહાર થયા બાદ હવે ભારત 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં કેટલાક સિનિયર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી. આમાં એક ખેલાડી એવા પણ છે જેમણે મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ભારતીય ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડ્યો હતો. તેમ છતાં પણ ભારત સેમિફાઇનલમાં પહોંચી શક્યો ન હતું. જે બાદ હવે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘણા બધા સિનિયર ખેલાડીઓના પત્તા પસંદગીકારોએ કાપી નાખ્યા છે. આમાનો એક સિનિયર ખેલાડી એવો છે જેને મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
દિનેશ કાર્તિકને પસંદગીકારોએ લાંબા સમયથી નજરઅંદાજ કર્યો છે. ભારતીય ટીમમાં હવે તેની વાપસી લગભગ ના બરાબર છે. દિનેશ કાર્તિકે ઓગસ્ટ 2018 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 10 જુલાઇ 2019 ના રોજ તેણે છેલ્લી વનડે મેચ રમી હતી અને 27 ફેબ્રુઆરી 2019 ના રોજ તેણે છેલ્લી ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.
બીસીસીઆઇએ આ વર્ષે શ્રીલંકા ટૂર માટે દિનેશ કાર્તિકની પસંદગી નહોતી કરી તેના સ્થાને ટીમમાં સંજુ સેમસન અને ઇશાન કિશનની પસંદગી કરવામાં આવી હતી. આઇસીસી ટી 20 વર્લ્ડ કપ માટે પણ તેની પસંદગી નહોતી કરવામાં આવી. તેને જોતા હવે લાગી રહ્યું છે કે હવે બીસીસીઆઇને દિનેશ કાર્તિક પરથી ભરોસો ઉઠી ગયો છે.
દિનેશ કાર્તિક હાલ 36 વર્ષનો થઇ ગયો છે. આ ઉંમરમાં મોટાભાગના ક્રિકેટરો નિવૃત્તિ લઇ લેતા હોય છે. તેથી કહી શકાય કે તેની પસંદગી ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે પણ ન તેનું ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર સમાપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે તેની પસંદગીના થતા તે ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકે છે.