35 વર્ષીય આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી, રોહિત શર્માએ આપ્યા સંકેત…
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ ભારતે 272 રનથી જીતીને ટેસ્ટ સિરીઝ પર વિજય મેળવ્યો હતો. ઘણા લાંબા સમયના આરામ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જશે. 26 ડિસેમ્બરના રોજ શરૂ થનારા સાઉથ આફ્રિકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે. વન-ડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે ટીમમાં ઘણા ફેરફાર કરી શકે છે. સતત નિષ્ફળ જતા ખેલાડીઓ ટીમમાંથી બહાર થઇ શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્માએ ખેલાડીઓની પસંદગીને લઇને ઘણા સંકેતો આપ્યા છે.
કેપ્ટન રોહિત શર્મા એવું માનવું છે કે ટૂંકા ફોર્મેટમાં ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિનનું ભવિષ્ય ઉજ્જવળ છે. ચાર વર્ષના લાંબા સમય બાદ અશ્વિને ટી 20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમમાં એન્ટ્રી કરી હતી. જો કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આગળ વધી શકી નહોતી પરંતુ અશ્વિને પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
હાલમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી 20 સિરીઝ ભારતે 3-0 થી જીતી હતી. આ મેચ બાદ રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનના ખૂબ વખાણ કર્યા હતા. રોહિત શર્મા એવું માનવું છે કે તે રવિચંદ્રન અશ્વિનને પાવર-પ્લે અને મિડલ ઓર્ડરમાં વિરોધી ખેલાડીઓને દબાણ આપવા માટે ઉપયોગ કરી શકે છે. ભારતીય ટીમ હંમેશા આવા ખેલાડીઓની શોધમાં હોય છે.
રોહિત શર્માએ જણાવ્યું કે ભારતીય ટીમને એક સારા ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર હતી. અશ્વિન ગમે તે પરિસ્થિતિમાં બોલિંગ કરી શકે છે. ઘણા બોલરો એવા હોય છે કે જે પાવર-પ્લે પછીની ઓવરમાં બોલિંગ કરતા હોય છે. પરંતુ ટીમ ઇન્ડિયાને એવા બોલરની જરૂર હતી કે જે ગમે તે પરિસ્થિતિમાં બોલિંગ કરી શકે. બોલર પાસે જેટલા વિકલ્પ હોય તે તેટલી સારી બોલિંગ કરી શકે છે.
હાલમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં રવિચંદ્રન અશ્વિને 14 વિકેટ લઇને ભારતને જીત અપાવી હતી અને પ્લે ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો. અશ્વિને ભારત માટે 2017માં છેલ્લી વનડે મેચ રમી હતી. હવે જોવાનું એ રહેશે કે તેને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં સ્થાન મળશે કે નહીં.