34 વર્ષીય આ દિગ્ગજ ખેલાડીએ અચાનક જ કરી નિવૃત્તિની જાહેરાત…

વિશ્વના દરેક ખેલાડીઓ પોતાની દેશની ટીમ માટે રમવા મહેનત કરતા હોય છે. દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હોય છે. આ ઉપરાંત ખરાબ ફોર્મ અથવા ઉંમર વધતાની સાથે ઘણા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે.

વિશ્વના દરેક દેશોમાં ક્રિકેટ રમત ખૂબ જ પ્રસિદ્ધ ગણાય છે. દરેક દેશોની ટીમમાં ખેલાડીઓનો પ્રવેશ અને નિવૃત્તિ થતી હોય છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો હરભજનસિંહ, વિનય કુમાર, નમન ઓઝા, લસિથ મલિંગા જેવા દિગ્ગજ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું છે.

ભારતીય ટીમ આ મહિનાના અંતમાં શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ બાદ આ ઘાતક ખેલાડી નિવૃત્તિ લઇ શકે છે. તાજેતરમાં આ ખતરનાક ખેલાડીએ શ્રીલંકા સામેની સિરીઝ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તો ચાલો જાણીએ આ ઘાતક બોલર કોણ છે.

શ્રીલંકાનો સ્ટાર બોલર સુરંગા લકમલ ભારત સામેની ટેસ્ટ સિરીઝ બાદ નિવૃત્તિ લેવા જઇ રહ્યો છે. આ ખેલાડીએ 2009માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ ખેલાડીએ 13 વર્ષ પહેલા શ્રીલંકાની ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડી તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. આ ખેલાડી ઘણી મેચમાં મેચવિનર સાબિત થયો છે.

લકમલે કહ્યું કે હું શ્રીલંકા ટીમનો આભારી છું. તેણે મને મારી માતૃભૂમિ પર વિશ્વાસ અને સન્માન કરવાની તક આપી છે. શ્રીલંકન ક્રિકેટ ટીમે મારી કારકિર્દી તેમજ મારા વ્યક્તિગત વિકાસમાં ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. મારી કારકિર્દી દરમિયાન ઘણા ક્રિકેટરોએ મારા પર વિશ્વાસ વ્યક્ત કરીને મને ટીમમાં સ્થાન આપ્યું હતું.

લકમલ શ્રીલંકા ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન ધરાવતો હતો. લકમલે અત્યાર સુધીમાં 68 ટેસ્ટ મેચો રમીને 168 ક્રિકેટ પોતાના નામે કરી છે, જેમાં એક ઇનિંગમાં ચાર વખત પાંચ વિકેટ લીધી હતી. આ ઉપરાંત 86 વન-ડે મેચમાં 100 વિકેટ લીધી હતી અને 11 ટી-20 મેચમાં 8 વિકેટ લીધી હતી. 34 વર્ષના આ ઘાતક ખેલાડીએ તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *