32 વર્ષીય આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, ટૂંક સમયમાં લઇ શકે છે નિવૃત્તિ…

ભારતીય ટીમમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં સારું પ્રદર્શન કરીને દરેક ખેલાડી ભારતીય ટીમમાં પ્રવેશ કરતા મહેનત કરતો હોય છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ થઇ છે. ઘણા ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું જેટલું મુશ્કેલ છે તેટલું જ ટીમમાં સ્થાન જાળવી રાખવું પણ મુશ્કેલ છે. કારણ કે ભારતીય ટીમમાં પ્રવેશ મેળવવા માટેની સ્પર્ધા ખૂબ જ વધી રહી છે અને બહાર બેન્ચ પર પણ ઘણા ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે. ટીમમાં સ્થાન મળ્યા બાદ પણ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવે છે અને યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે.

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ પહેલા બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરી છે. 32 વર્ષના આ ખેલાડીને છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. આ પરથી કહી શકાય કે આ ખેલાડીનું કરિયર સમાપ્ત થવાના આરે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી મનીષ પાંડે છે. આ ખેલાડી તેની ઘાતક બેટિંગ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તે એક વાર લયમાં આવ્યા બાદ ખૂબ જ રન બનાવે છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ હતો. આ ખેલાડી ભારતનો મિડલ ઓર્ડર સારી રીતે સંભાળી શકે તેમ હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને તક મળી નથી.

મનીષ પાંડે ભારતીય ટીમમાં સતત આવતો જતો રહ્યો હતો. હવે એવું લાગતું નથી કે તે ફરી પાછો આવશે. આઇપીએલ 2021માં પણ મનીષ પાંડે સનરાઇઝ હૈદરાબાદ માટે કંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. ગત આઇપીએલની સિઝન તેના માટે ખૂબ જ ખરાબ સાબિત થઇ હતી. સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે તેનું કરિયર સમાપ્ત થયું હોય તેવું લાગી રહ્યું છે.

મનીષ પાંડેએ પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સ અને પછી સનરાઈઝ હૈદરાબાદ માટે ઘણા રન બનાવીને તેની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેનું બેટ ચાલી રહ્યું નથી. તે રન બનાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે. આ પરથી કહી શકાય કે હવે આ ખેલાડીનું કરિયર સમાપ્ત થયું છે અને આ ખેલાડી ટૂંક સમયમાં નિવૃત્તિ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *