31 વર્ષીય આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ સાઉથ આફ્રિકા પ્રવાસ સામે 3 ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચ રમાવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ખરાબ રીતે હાર્યું હતું. વર્લ્ડકપ પૂરો થતા વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

રોહીત શર્મા કેપ્ટન બન્યા પછી ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માને વન ડે ફોર્મેટમાં પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાથી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે.

રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા ખેલાડીઓ આવવાના કારણે જુના ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા છે. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જેણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મને કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે તે ખેલાડી ભુવનેશ્વર કુમાર છે. ભુવનેશ્વર કુમાર પોતાની ઝડપી બોલિંગ માટે જાણીતો છે. તેની ઘાતક બોલિંગ સામે વિશ્વનો કોઈ બેટ્સમેન ટકી શકતો નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનને કારણે અને યુવા ખેલાડીઓને સ્થાન મળવાને કારણે ટીમમાં પોતાનું સ્થાન જાળવી શક્યો નથી. વિપક્ષના બેટ્સમેનો તેની સામે રન ફટકારી રહ્યા છે.

ઘણા યુવા ખેલાડીઓને કારણે ભુવનેશ્વર કુમારનું પત્તું કપાયું છે. વાત કરીએ હર્ષલ પટેલની તો RCB તરફથી રમનારા આ ખેલાડીએ આઈપીએલ 2021માં જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને તક આપવામાં આવી હતી. આ તકનો ફાયદો ઉઠાવતા પ્રથમ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આવી સ્થિતિમાં ભૂવનેશ્વર કુમારની જગ્યાએ આ ખેલાડી પોતાનું કાયમી સ્થાન બનાવી શકે છે.

આઇપીએલમાંથી દર વર્ષે યુવા અને હોનહાર ખેલાડીઓ સામે આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ફેરબદલી જોવા મળે છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા છે ત્યારે સારું પ્રદર્શન કરતા યુવા ખેલાડીઓ ટીમમાં પ્રવેશ્યા છે. હર્ષલ પટેલ જેવા ખેલાડીઓની એન્ટ્રી થતા 31 વર્ષીય આ ખેલાડીને ભારતીય ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *