31 વર્ષીય આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરિઝ માટે ટીમ ઇન્ડિયામાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમને હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડયો હતો. જેને ભારતીય ટીમ ભૂલીને આગળ વધવા માગશે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. તેઓને બહાર કરવામાં આવ્યા છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં 31 વર્ષીય આ ઘાતક ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તે સમગ્ર સિરીઝ દરમિયાન વિલન સાબિત થયો હતો. આ ખેલાડીનું પ્રદર્શન એટલું ખરાબ હતું કે ટીમ ઇન્ડિયાને તેમના કરતા ઓછો અનુભવ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમથી હારનો સામનો કરવો પડ્યો હતો.

31 વર્ષીય આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ ટીમ ઇન્ડિયાનો સિનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર છે. આફ્રિકા સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમાર નું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેણે પ્રથમ વન-ડે મેચમાં 10 ઓવરમાં 64 રન આપ્યા હતા અને બીજી વન-ડે મેચમાં 8 ઓવરમાં 64 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી.

આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં તે 10 ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો ન હતો, કારણ કે તેને ખૂબ માર મારવામાં આવી રહ્યો હતો. જેના કારણે તેને ત્રીજી વન-ડે મેચમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ત્રીજી વન-ડે મેચમાં દીપક ચહરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેણે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.

દીપક ચહરના ખતરનાક પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે ભુવનેશ્વર કુમારનું કરિયર હવે સમાપ્ત થવાના આરે છે. દીપક ચહરે ત્રીજી વન-ડે મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેની સાથે તેણે 34 બોલમાં 54 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં ભુવનેશ્વરકુમાર હવે ક્યારેય વન-ડે રમતો જોવા નહીં મળે તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *