બુમરાહના કારણે 29 વર્ષીય આ ઘાતક ખેલાડીનું કરિયર થઇ રહ્યું છે બરબાદ…
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના મહામારીને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ વન-ડે મેચ અમદાવાદ ખાતે રમાશે અને ત્રણ ટી-20 મેચો કોલકત્તા ખાતે રમાશે. આ સિરીઝમાં રોહિત શર્માની વાપસી થવાની છે. ઘણા લાંબા સમય પછી ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્મા નજરે આવશે. રોહિત શર્મા આવતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.
આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સિરીઝમાં ઘણા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ પસંદગીકારોએ એક એવા ખેલાડીઓની અવગણના કરી છે જે પોતાની કિલર બોલિંગ માટે જાણીતો છે.આ ખેલાડીને છેલ્લા ઘણા સમયથી નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ ખેલાડી કોણ છે.
ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર નવદીપ સૈનીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક આપવામાં આવી નથી. નવદીપ સૈની પાસે 140 કિમી/કલાકથી વધારે ઝડપે બોલ ફેંકવાની કળા છે. ક્રિકેટ ચાહકો આ ખેલાડીની બોલિંગને જોવા માટે રાહ જોઇ રહી છે. ભારતીય પિચો પર રિવર્સ સ્વિંગ કરવામાં આ ખેલાડીને માસ્ટર ગણવામાં આવે છે.
નવદીપ સૈનીએ 2019માં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે ટી-20માં પણ ડેબ્યૂ કર્યું હતું. તે પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. નવદીપ સૈનીએ ભારતીય ટીમ માટે 8 વનડે મેચમાં 6 વિકેટ અને 11 ટી-20 મેચમાં 13 વિકેટ ઝડપી છે. ભારતીય ફાસ્ટ બોલર બુમરાહને કારણે આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન મળી રહ્યું નથી.
નવદીપ સૈની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે ભારતે હરાવ્યું હતું, જેમાં નવદીપ સૈનીએ ધમાકેદાર બોલિંગ કરી હતી. આ ઉપરાંત આઇપીએલમાં પણ આ ખેલાડી ખતરનાક પ્રદર્શન કરી રહ્યો છે. તે ડેથ ઓવરમાં ખૂબ જ ઘાતક સાબિત થાય છે. ભારતીય ફાસ્ટ બોલર તરીકે બુમરાહે ટીમમાં કાયમી સ્થાન બનાવ્યું હોવાને કારણે આ ખેલાડીને તક આપવામાં આવતી નથી.