30 વર્ષીય આ ઘાતક ખેલાડી અચાનક જ થયો ગાયબ, માનવામાં આવતો હતો ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં રમાયેલી વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડયો હતો. જેને ભારતીય ટીમ ભૂલીને આગળ વધવા માગશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી થઇ છે. જ્યારે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.
આ સિવાય વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર બુમરાહ અને શમીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઘણા લાંબા સમય બાદ કુલદીપ યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. રોહિત શર્માની કેપ્ટન્સશિપ હેઠળ ફરી એક વખત કુલચાની જોડી મેદાનમાં રમતી જોવા મળશે.
આ બધાની વચ્ચે પસંદગીકારોએ એક ઘાતક ખેલાડીની અવગણના કરી છે. જે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું સૌથી મોટું હથિયાર હતું. આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ વરુણ ચક્રવર્તી છે. વરુણ ચક્રવર્તી ટી-20 વર્લ્ડકપ બાદ ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને આઇપીએલના પ્રદર્શનને આધારે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને ટી-20 વર્લ્ડ કપમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. વરુણ ચક્રવર્તી પાસે 7 પ્રકારની બોલિંગ છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, અંગૂઠા પર યોર્કરનો સમાવેશ થાય છે. આટલી બધી કળાઓ હોવા છતાં પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો નથી.
વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 6 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બે વિકેટ ઝડપી છે. આ સાથે જ તેને 31 આઇપીએલની મેચોમાં 36 વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તી ડેથ ઓવરમાં ખૂબ જ કંજુસાઇથી રન આપે છે. પરંતુ તે ટી-20 વર્લ્ડકપ બાદ ફરી ક્યારેય ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળ્યો નથી.