આ 3 વિદેશી બોલર કે જેના પર મેગા ઓક્શનમાં લાગી શકે છે સૌથી મોટી બોલી…

આઇપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા કુલ 590 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ પર અહીં બોલી લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ વખતે અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી-20 લીગ સાથે જોડાઇ ગઇ છે.

મેગા ઓક્શન પહેલા દરેક ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમમાંથી ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને હરાજી પુલમાં ધકેલી દીધા છે.

આ વર્ષે મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેવાનું છે. કારણ કે ઘણી બધી ટીમો પાસે કેપ્ટન નથી. તો ઘણી બધી ટીમો પાસે સારા બોલર અને બેટ્સમેન નથી. જેના કારણે ઘણા બધા ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે. આજે આપણે આ લેખમાં એવા ત્રણ વિદેશી બોલેરો વિશે વાત કરવાના છીએ કે જેના પર મેગા ઓક્શનમાં સૌથી મોટી બોલી લાગી શકે છે.

દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કાગિસો રબાડાએ ઘણી વખત આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું છે. કાગિસો રબાડા પર મેગા ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. તેને આઇપીએલમાં અત્યાર સુધીમાં કુલ 50 મેચમાં 76 વિકેટ ઝડપી છે. ગત વર્ષ આ બોલર માટે બહુ યાદગાર રહ્યું ન હતું. પરંતુ વર્ષ 2020માં તેણે 7 મેચમાં 30 વિકેટ ઝડપી હતી. જેને આજ સુધી કોઇ ભૂલી શક્યું નથી. તેના પરથી કહી શકાય કે આ ખેલાડી પર મેગા ઓક્શનમાં મોટી બોલી લગાવવામાં આવી શકે છે.

કાગિસો રબાડા બાદ મેગા ઓક્શનમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પર મોટી બોલી લાગી શકે છે. તેણે વર્ષ 2015માં આઇપીએલની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટ્રેન્ટ બોલ્ટ ચાર ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. આઇપીએલ 2020માં આ ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેના દમ પર મુંબઇ ઇન્ડિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ કે જે માત્ર અમુક જ બોલોમાં મેચ પલટી શકે છે. આ ખેલાડી પર કોલકાતા નાઇટ રાઇડર્સે વર્ષ 2020માં 15.5 કરોડની મોટી રકમ ચુકવીને ટીમમાં સામેલ કર્યો હતો. તેના પર મેગા ઓક્શનમાં પણ મોટી બોલી લાગી શકે છે. કાંગારુ કેપ્ટન આઇપીએલમાં કોઇ ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી શકે છે. પેટ કમિન્સે આઇપીએલમાં અત્યાર સુધીમાં 37 મેચમાં 38 વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *