29 વર્ષીય આ ઘાતક ખેલાડી જલ્દી લેશે હાર્દિક પંડ્યાનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો ઓલરાઉન્ડર…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી હતી. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણેય મેચમાં હાર મેળવી છે. હાર મેળવ્યા બાદ ભારતીય મેનેજમેન્ટ ટીમ મનોમંથન કરી રહી છે. ઘણા નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની કમી વર્તાઇ રહી છે.

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર ગયો છે. ત્યારબાદ ભારતીય ટીમમાં સતત ઓલરાઉન્ડર ખેલાડીની કમી વર્તાઇ રહી છે. ભારતીય મિડલ ઓર્ડર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. ભારતીય બોલિંગમાં પણ કંઇ ખાસ કમાલ જોવા મળતો નથી.

ભારતીય મેનેજમેન્ટ ટીમ છેલ્લા ઘણા સમયથી હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાની તૈયારી કરી રહી હતી. પરંતુ તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાની આ શોધ પૂરી થઇ છે. ભારતીય ટીમને હાર્દિક પંડ્યા કરતા પણ ખતરનાક ખેલાડી મળ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી દિપક ચહર છે. તેણે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં બોલિંગ અને બેટિંગથી ધમાલ મચાવી હતી. દિપક એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં 34 બોલમાં 54 રન ફટકાર્યા હતા. દિપક ચહરે પોતાના ઘાતક પ્રદર્શનથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે દિપક ચહરને 2023 વર્લ્ડકપ માટે સામેલ કરવો જોઇએ. મને લાગે છે કે દિપકનું પ્રદર્શન જવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત તેણે કહ્યું કે દિપક ચહર એક સારો ઓલરાઉન્ડર ખેલાડી છે. આ ઘાતક ખેલાડી વિપક્ષ સામે હંમેશા લડવાની તૈયારીમાં રહે છે.

આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં દિપક ચહરે ભારત માટે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. પરંતુ ભારતને ચાર રનનો સામનો કરવો પડ્યો હતો. આગામી સમયમાં દિપક ચહર ભારતીય ટીમ માટે ઘણો ફાયદાકારક સાબિત થઇ શકે છે. દિપક ચહર ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. હાર્દિક પંડ્યાના વિકલ્પ સ્વરૂપે ભારતીય ટીમને આ ઓલરાઉન્ડર ખેલાડી મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *