29 વર્ષીય આ ઘાતક ખેલાડી રોહિત શર્માનું સપનું તોડીને બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…
દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ભારતીય ટીમમાં સ્થાન બનાવે અને તેમાં સ્થાન મળ્યા પછી પણ તેને જાળવી રાખવું તેટલું જ અગત્યનું હોય છે. આઈપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હોય છે. ઘણા યુવા ખેલાડીઓને તાજેતરમાં ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી પોતાના કરિયરના ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી આ દિગ્ગજ બેટ્સમેને એક પણ સદી ફટકારી નથી. ટી 20 વર્લ્ડકપ પૂરો થયા પછી વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી હતી અને વનડેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે.
વિરાટ કોહલી જે પ્રકારના ફોર્મ છે તે પરથી કહી શકાય કે તેની પાસેથી ટેસ્ટ કેપ્ટનશિપ પણ છીનવાઇ શકે છે. સૌથી મોટી વાત એ છે કે વિરાટ અને બીસીસીઆઇ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટો વાદ વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન પદ પણ સાંભળવા માટે રોહિત શર્મા સૌથી મોટા દાવેદાર બની શકે છે પરંતુ એક એવો ખેલાડી પણ છે કે જે રોહિતનું સપનું તોડી શકે છે.
ટીમ ઇન્ડિયાની ઓપનર અને રોહિત શર્માનો પાર્ટનર કેએલ રાહુલ કેપ્ટન બની શકે છે. આ 29 વર્ષીય ખેલાડી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનીને લાંબા સમય સુધી જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્માની ઉંમર 36 વર્ષ છે. મોટાભાગના ખેલાડીઓ આ ઉંમરે નિવૃત્તિ લેવાનું વિચારતા હોય છે. લાંબા સમય માટે કેપ્ટનશીપ કરવા માટે કેએલ રાહુલ તૈયાર છે.
આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં પણ રાહુલને વનડે મેચમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં પણ રાહુલે કેપ્ટનશીપ કરીને બધાના દિલ જીતી લીધા છે. કેએલ રાહુલની ઉંમર 29 વર્ષ છે. આવી સ્થિતિમાં તે ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરી શકે છે. આ ખેલાડી ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ સિરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકાને 113 રને હરાવ્યું હતું. પરંતુ ટીમ ઇન્ડિયાને બીજી ટેસ્ટ મેચમાં હાર મળી હતી. હવે ત્રીજી ટેસ્ટ મેચમાં બંને ટીમની નજર જીત પર રહેશે. કારણકે આ મેચ સીરીઝ માટે નિર્ણાયક છે.