29 વર્ષીય આ દિગ્ગજ ખેલાડી જલ્દી લેશે વિરાટ કોહલીનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો કિંગ…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ભવ્ય જીત હાંસલ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી વન-ડે મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડતાની સાથે જ પોતાનું ફોર્મ પણ ગુમાવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ 8 રન અને બીજી વન-ડે મેચમાં 18 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજી વન-ડે મેચમાં તે બીજા બોલે ઝીરો રન બનાવીને આઉટ થયો હતો.

છેલ્લા ઘણા સમયથી ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ચાલી રહ્યું નથી. તે સતત અસફળ સાબિત થઇ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરેલું સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના સ્થાને આ ખતરનાક ખેલાડીને નંબર 3 પર તક આપવામાં આવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને કેએલ રાહુલને નંબર ત્રણ પર ઉતારવામાં આવી શકે છે. આ ખેલાડી લાંબી ઇનિંગ રમવા માટે જાણીતો છે. કેએલ રાહુલને કોઈપણ નંબર પર ઉતારવામાં આવે તો તે સફળ સાબિત થઈ શકે છે. આ બેટ્સમેનને વનડાઉન તરીકે ઉતારવામાં આવે તો ભારતીય ટીમને વધુ લાભ થઈ શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ખેલાડી કેએલ રાહુલે 49 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ જ્યારે મુશ્કેલીમાં ચાલી રહી હતી ત્યારે આ ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને સારા સ્કોર તરફ લઈ ગયો હતો. આ ઉપરાંત તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી છે.

શ્રીલંકા સામેની સિરીઝમાં વિરાટ કોહલીના સ્થાને નંબર 3 પર રાહુલને ઉતારવામાં આવે તો તે ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. આ ઉપરાંત વિરાટ કોહલીને નીચલા ક્રમ પર બેટિંગ કરવા માટે ઉતારી શકાય છે. વિરાટ કોહલી હવે કેપ્ટન પણ રહ્યો નથી. તેથી પસંદગીકારો દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *