26 વર્ષીય આ ઘાતક ખેલાડી બીજી ટેસ્ટ મેચમાંથી કાપશે શ્રેયસ ઐયરનું પત્તું, ફટકારી ચૂક્યો છે તેવડી સદી…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદ ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને 28 રને કારણે સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હવે રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં મોટા બદલાવો સાથે મેદાને જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં પણ ઘણા બધા બદલાવો કરવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કોને સ્થાન મળી શકે છે.

તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમને વધુ બે ઝટકા લાગ્યા છે. ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ બે ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હતો.

બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં ત્રણ યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને હાલમાં તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ભારતીય ટીમમાં શુભમન ગીલ અને શ્રેયસ ઐયરનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચ પહેલા સરફરાઝ ખાનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય આ ખેલાડી બીજી ટેસ્ટ મેચમાંથી શ્રેયસ ઐયરનું પત્તું કાપી શકે છે. સરફરાઝ ખાન એક જબરદસ્ત મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે છેલ્લા ઘણા સમયથી રણજીત ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતો આવ્યા છે. જેના કારણે હવે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી શકે છે.

સરફરાઝ ખાનની વાત કરીએ તો તેને રન મશીન તરીકે ઓળખવામાં આવે છે. તે છેલ્લા ઘણા સમયથી મુંબઈની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેને અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 45 મેચોની 66 ઈનિંગમાં 3912 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ સિવાય લિસ્ટ Aમાં 37 મેચોમાં તેના નામે 629 રન છે. રેકોર્ડ ને જોતા લાગી રહ્યું છે કે તેને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *