24 વર્ષનો આ ઘાતક ખેલાડી જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…
ટી 20 વર્લ્ડ કપ 2021 માંથી ભારતીય ટીમ બહાર ફેંકાઇ ગઇ છે. હવે ભારતીય ટીમ 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સિરીઝ રમશે. આ સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ટીમને એક નવો કેપ્ટન મળશે કારણ કે વિરાટ કોહલી વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે.
તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે. કોહલીની આ જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે? હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળી શકે છે.
વિરાટ કોહલી ગેરહાજરીમાં રોહિત શર્મા અત્યાર સુધીમાં ઘણી વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. રોહિત શર્મા એક સારો લીડર છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે કેપ્ટનશિપ કરતા તેણે ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે તેના પરથી સાબિત થાય છે કે તે ભારતીય ટીમનો કેપ્ટન બનવાને યોગ્ય છે.
તમને જણાવી દઇએ કે રોહિત શર્મા હાલ 34 વર્ષનો છે અને આ ઉંમર બાદ ઘણા બધા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેતા હોય છે. તેથી કહી શકાય કે રોહિત શર્મા પણ આગામી કેટલાક વર્ષોમાં પોતાની નિવૃત્તિ જાહેર કરી શકે છે. ત્યારબાદ રોહિત શર્માનું સ્થાન કોણ લેશે તે સૌથી મોટો સવાલ છે.
ટીમ ઇન્ડિયામાં 24 વર્ષનો એક ઘાતક ખેલાડી છે. જે રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે. તેનું નામ રુતુરાજ ગાયકવાડ છે. રુતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021 ધમાલ મચાવ્યો હતો. તેણે આઇપીએલ 2021 માં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેથી તેને ઓરેન્જ કેપથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
આઇપીએલ 2021 માં તેણે 16 મેચમાં 635 રન બનાવ્યા હતા. જેના દમ પર ચેન્નઇ સુપરકિંગ્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. રુતુરાજ ગાયકવાડે આઇપીએલની આ સીઝનમાં એક શાનદાર સદી પણ ફટકારી હતી. તેના આ ખાસ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે ભવિષ્યમાં રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.