24 વર્ષનો આ ઘાતક ખેલાડી જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો કેપ્ટન…
ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમના ટી 20 ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા હાલ વિશ્વનો સૌથી બેસ્ટ ઓપનિંગ પ્લેયર છે. તે છેલ્લા ઘણા વર્ષોથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. એ વાતમાં કોઇ શક નથી કે રોહિત શર્મા પોતાના દમ પર મેચની તસવીર બદલી શકે છે. પરંતુ હવે તેને ભારતીય ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
રોહિત શર્મા આઇપીએલમાં જબરદસ્ત કેપ્ટનશીપ કરે છે. તેથી તેને ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં જબરદસ્ત વિજય અપાવ્યો હતો. પરંતુ હવે રોહિત શર્માની ઉંમર હવે ધીમે ધીમે વધી રહી છે અને આવનારા કેટલાક વર્ષો બાદ તે ક્રિકેટને અલવિદા કહી શકે છે.
આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે રોહિત શર્માની જગ્યા કોણ લેશે. કારણ કે રોહિત શર્મા વર્તમાન સમયનો સૌથી શ્રેષ્ઠ ઓપનર છે. તેના નામે વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
પરંતુ રોહિત શર્મા હાલ 34 વર્ષનો છે અને આ ઉંમર બાદ થોડા વર્ષોમાં મોટાભાગના ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેતા હોય છે. તેવામાં આવનારા કેટલાક વર્ષો બાદ રોહિત શર્મા પણ ટીમ ઇન્ડિયાને અલવિદા કહી શકે છે. જેથી ભારતીય ટીમને વર્ષ 2023 ના વર્લ્ડકપ બાદ તરત જ નવા કેપ્ટનની જરૂર પડશે.
રોહિત શર્મા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે રિષભ પંતની પસંદગી કરવામાં આવી શકે છે કારણ કે રિષભ પંત હાલ 24 વર્ષનો છે અને જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો રોહિત બાદ પંતને કેપ્ટન બનાવી શકાય છે. રિષભ પંત આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરે છે. તેણે આઇપીએલ 2021 માં શાનદાર કેપ્ટનશીપ કરી દિલ્હી કેપિટલ્સને પોઇન્ટ ટેબલમાં ટોપ પર બનાવીને રાખી હતી.
આઇપીએલ 2021 ની વાત કરીએ તો તેમાં રિષભ પંતે દિલ્હી કેપિટલ્સની જબરદસ્ત કેપ્ટનશીપ કરી હતી. લીગ સ્ટેજની તમામ મેચો સમાપ્ત થયા બાદ દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર હતી. જોકે ક્વોલિફાયરની બંને મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રિષભ પંતે પહેલી જ વારમાં બતાવી દીધું કે તે પણ સારી કેપ્ટનશીપ કરી શકે છે. તેથી આગામી સમયમાં રિષભ પંત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની શકે છે.