24 વર્ષીય આ ઘાતક ખેલાડી કાપશે રાહુલનું પત્તું, ઓપનિંગની સાથે કેપ્ટનશીપ પણ છીનવાઇ જશે…
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન ખુબ જ શરમજનક રહ્યું હતું. સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને વન-ડે સિરીઝમાં 3-0 થી હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ પણ હારી ગઇ હતી. ભારતીય બેટ્સમેનો અને બોલેરો તેના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થયા હતા.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ગેરહાજર હોવાને કારણે તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વન-ડે સિરિઝમાં ટીમ ઇન્ડિયાની ખરાબ રમત ઉપરાંત કેએલ રાહુલની કંગાળ કેપ્ટનશીપ પણ જોવા મળી હતી. આ ઉપરાંત ઘણા સ્ટાર ખેલાડીઓ પોતાના બેટથી સતત નિષ્ફળ સાબિત થયા હતા.
સમગ્ર પ્રવાસ દરમિયાન કેએલ રાહુલ તેની કેપ્ટનશીપ હેઠળ કુલ ચાર મેચ હાર્યો છે. આ ખેલાડી બેટિંગમાં કંઇ ખાસ કમાલ કરી શક્યો નથી. સમગ્ર સિરીઝમાં રાહુલે માત્ર એક જ અડધી સદી ફટકારી હતી. ત્રીજી વન-ડે મેચમાં રાહુલ નવ રન બનાવીને આઉટ થયો હતો. સાચા અર્થમાં ભારતની હાર માટે સૌથી મોટો ગુનેગાર રાહુલ ગણાય છે. હવે રાહુલની જગ્યા પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. તેના સ્થાને આ ઘાતક ખેલાડી રિપ્લેસ થઇ શકે છે.
24 વર્ષીય યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાં તેનું સ્થાન લઇ શકે છે. કેપ્ટન કેએલ રાહુલે ઓપનર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને વન-ડે સિરીઝ દરમિયાન તક આપી નહીં. પ્રથમ બે મેચમાં તક ન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ત્રીજી મેચમાં તેને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવશે. પરંતુ ત્રીજી વન-ડે મેચમાં પણ તેને તક મળી નહીં.
ઋતુરાજ ગાયકવાડે પોતાના દમ પર ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલ 2021ની ટ્રોફી અપાવી હતી. તેણે 16 મેચોમાં 636 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. જેમાં એક ધમાકેદાર સદી પણ સામેલ છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં પોતાના બેટથી ખૂબ જ રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર સદી ફટકારી હતી. આ ખેલાડી ખૂબ જ ક્લાસિક બેટ્સમેન છે.
આગામી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ઋતુરાજ ગાયકવાડને કેએલ રાહુલના સ્થાને તક મળી શકે છે. ભવિષ્યમાં આ ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવી શકે છે અને હાલમાં તેની નાની ઉંમર હોવાને કારણે તે ટીમમાં સેટ થાય તો ભારતીય ટીમને પણ ઘણો ફાયદો મળી શકે તેમ છે.