24 વર્ષનો આ ઘાતક ખેલાડી રોહિત શર્માનું સપનું તોડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે તે ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે વિરાટ કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે?

વિરાટ કોહલીના આ નિવેદન બાદ ક્રિકેટ નિષ્ણાંતો સતત એ અટકળો લગાવી રહ્યા છે કે એક કોહલી બાદ રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની શકે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ટીમની કમાન કોઈ યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે.

જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો કોઈ યુવા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના માટે રિષભ પંત, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ પ્રબળ દાવેદાર છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

આઇસીસી ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણ કે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી ટીમ ઇન્ડિયાને એક નવો કેપ્ટન અને કોચ મળી રહેશે.

ટીમ ઇન્ડીયાના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત જ નવા કેપ્ટન બનવા માટે ક્ષમતા ધરાવે છે, અને તે હાલ માત્ર 24 વર્ષનો જ છે. તેણે આ વર્ષે આઇપીએલ ફ્રેન્ચાઇઝ દિલ્હી કેપિટલ્સ માટે સારી એવી કેપ્ટનશીપ કરી છે. જોકે હવે તેણે પોતાની જગ્યા લાંબા સમય માટે ભારતીય ટીમમાં બનાવી લીધી છે. હાલ તે યુવા છે પરંતુ તેની પાસે એક લાંબુ કરિયર બાકી છે. તેથી તે કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા હાલ 34 વર્ષનો છે. તેથી તેનું કેપ્ટન બનવું મુશ્કેલી લાગી રહ્યું છે. કારણ કે આ ઉંમર બાદ ઘણા બધા ક્રિકેટરો નિવૃત્તિ જાહેર કરી દેતા હોય છે. તેથી રોહિત શર્મા પણ આગામી થોડા વર્ષો બાદ નિવૃત્તિ જાહેર કરી શકે છે. પરંતુ જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો રોહિત શર્માના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *