24 વર્ષના આ ઘાતક ખેલાડીએ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં લીધું રોહિત શર્માનું સ્થાન…

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ખેલાડીઓની અદલા-બદલી થઇ રહી છે. ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલી આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ ઘણા યુવા ખેલાડીને તક આપવામાં આવી હતી.

હાલમાં ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે ટૂંક સમયમાં નિવૃત્તિ લઇ શકે છે. વાત કરીએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્માની તો તે હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન છે. તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત અપાવી છે. પરંતુ રોહિતની ઉંમર વધી રહી છે અને તે થોડા વર્ષોમાં ક્રિકેટની અલવિદા કહી શકે છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા આ સમયે 34 વર્ષનો છે અને આ ઉંમર પછી મોટાભાગના ખેલાડીઓ થોડા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દે છે. રોહિત રોહિત શર્મા 2023 વન ડે વર્લ્ડકપ પછી ક્રિકેટ રમવાનું બંધ કરી શકે છે. આવી સ્થિતિમાં તેના સ્થાને કોઈ મજબૂત ખેલાડી ભારતીય ટીમ શોધી રહી છે.

તાજેતરમાં 24 વર્ષના ઘાતક ખેલાડીએ ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. ગાયકવાડના બેટથી જે સનસનાટી ફેલાઇ રહી છે તેનો પડઘો દુનિયાએ સાંભળ્યો છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં ઘણી સદી ફટકારી છે. તાજેતરમાં ગાયકવાડ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

ચેન્નઇ સુપરકિંગ્સના યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021ની સમગ્ર સિઝનમાં આશ્ચર્યજનક રન બનાવ્યા હતા. આઇપીએલ 2021માં તેણે 16 મેચમાં 635 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. તેણે રાહુલ અને ડુ પ્લેસીસ જેવા ખેલાડીઓને પાછળ રાખ્યા હતા. તેના પ્રદર્શનને જોતાં સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં આ ખેલાડી ટીમ ઈન્ડિયાનો સફળ ઓપનર બની શકે છે.

ઋતુરાજ ગાયકવાડની બેટીંગની વાત કરીએ તો તેની પાસે રોહિત શર્મા જેટલી જ તાકાત છે. રોહિતની જેમ તે પણ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ઉભરી આવ્યો છે. રોહિત શર્માના સ્થાને આ ઘાતક ખેલાડી ભારતીય ટીમના ઓપનર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં રોહિત શર્માના સ્થાને આ ખેલાડીને તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *