રિષભ પંતના કારણે આ 23 વર્ષીય આ ઘાતક ખેલાડીનું કરિયર થયું સમાપ્ત…
ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમ્યાન સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સીરીઝનો પ્રારંભ થશે. આઇસીસી વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આફ્રિકા પ્રવાસ દરમિયાન ફ્લોપ સાબિત થયેલા ખેલાડીઓને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઘાતક ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાં જગ્યા આપવાના કારણે ઘણા ખેલાડીઓની કારકિર્દી સમાપ્ત થઇ રહી છે.
ભૂતકાળની વાત કરીએ તો ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમનો નંબર વન વિકેટકીપર તરીકે જાણીતો હતો. ધોનીની નિવૃત્તિ બાદ વિકેટકીપિંગની તમામ જવાબદારી રિષભ પંત સંભાળી રહ્યો છે. હાલમાં આ ખેલાડીને વિશ્વનો સૌથી ઘાતક વિકેટકીપર બેટ્સમેન માનવામાં આવે છે. જ્યારથી પંત ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે જોડાયો છે. ત્યારથી અન્ય ખેલાડીઓને સ્થાન મળવું મુશ્કેલ બની ગયું છે.
હાલમાં ભારતીય ટીમમાં રિષભ પંત એક બેટ્સમેન ઉપરાંત વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. આવી સ્થિતિમાં એક યુવા ક્રિકેટરની કારકિર્દી બરબાદ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. રિષભ પંતના કારણે આ ખેલાડીને ઘણાં લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઇશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી શાનદાર પ્રદર્શન કરે છે. આઇપીએલ 2020માં તેણે 14 મેચોમાં 516 બનાવ્યા હતા. આ ઉપરાંત આઇપીએલ 2021માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેને ટી-20 વર્લ્ડ કપ અને આફ્રિકા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહીં.
ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે રિષભ પંત હોવાને કારણે ઇશાન કિશનને તક મળતી નથી. આ ઉપરાંત ઇશાન કિશન એક ઓપનિંગ બેટ્સમેન છે, પરંતુ હાલમાં રોહિત અને રાહુલ જેવા ખેલાડીઓના કારણે તેને ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ તક મળતી નથી. આવી સ્થિતિમાં તેની કારકિર્દી સમાપ્ત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.