23 વર્ષનો આ ઘાતક ખેલાડી જલ્દી લેશે વિરાટ કોહલીનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો કિંગ…

ભારતીય ટીમે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાવાની છે. વનડે સિરીઝની મેચ 19, 21 અને 23 જાન્યુઆરીએ રમાશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા હોવાને કારણે આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને વાઈસ કેપ્ટનની જવાબદારી જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ઘણા લાંબા સમયથી બહાર રહેલા ખેલાડીઓને આફ્રિકા સામેની વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં નંબર ત્રણ પર તબાહી મચાવી શકે તેવો એક નવો ખેલાડી સામેલ થયો છે. આ બેટ્સમેન વિરાટ કોહલી કરતા તોફાની બેટિંગમાં નિષ્ણાત છે. વિરાટ કોહલી હવે વનડે ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ બેટિંગ ઓર્ડર પોતાના હિસાબે નક્કી કરી શકે છે.

તમને જણાવી દઇએ કે આ તોફાની બેટ્સમેન ઇશાન કિશન છે. સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ ઇશાન કિશનને ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવે તો તે પોતાની ઝડપી બેટિંગથી હંગામો મચાવી શકે છે. ઇશાન કિશન હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. જો ઇશાન કિશન હિટ રહેશે તો કોહલીનું સ્થાન જોખમમાં મુકાઇ શકે છે.

ઇશાન કિશન ભારત માટે 2 વનડે અને 2 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તે આ બંને ફોર્મેટમાં 130થી વધુ સ્ટ્રાઇક રેટથી રમે છે. ઇશાન કિશન ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. આઇપીએલ 2021માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ કવોલિફાઇ કરી શકી ન હતી. પરંતુ ઇશાન કિશન લીગની છેલ્લી મેચમાં અજાયબી કરી બતાવી હતી. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને કવોલિફાઇ કરવા માટે 170 રનની મોટી જીતની જરૂર હતી. આ મેચમાં કિશને 32 બોલમાં 84 રન બનાવ્યા હતા.

ભારતીય મેનેજમેન્ટ ટીમ વિરાટ કોહલીને નંબર 4 શિફ્ટ કરીને આ તોફાની બેટ્સમેનને નંબર ત્રણ પર બેટિંગ કરવાની તક આપી શકે છે. ભારતીય મેનેજમેન્ટ ટીમ બેટિંગ ઓર્ડર તેના હિસાબ પ્રમાણે નક્કી કરી શકે છે. ઇશાન કિશનને ઘણા લાંબા સમય પછી ભારતીય ટીમમાં તક મળી છે. આવી સ્થિતિમાં તકનો લાભ ઉઠાવીને કાયમી સ્થાન નિશ્ચિત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *