23 વર્ષનો આ ઘાતક ખેલાડી જલ્દી લેશે વિરાટ કોહલીનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો કિંગ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં બીજી વન-ડે મેચ ચાલી રહી છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીને કારણે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આફ્રિકા સામે પ્રથમ વન-ડે મેચમાં મળેલી હાર માટે ઘણા ભારતીય ખેલાડીઓ જવાબદાર છે. પરંતુ કેપ્ટન કેએલ રાહુલે બીજી વન-ડે મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહીં. આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 287 રન બનાવ્યા છે.

બીજી વન-ડે મેચમાં ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક સમયથી પોતાનું ફોર્મ ગુમાવ્યું છે. તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે તે બેટથી ફ્લોપ રહેવાને કારણે ટૂંક સમયમાં જ પસંદગીકારો દ્વારા ટીમમાંથી બહાર થઇ શકે છે. આવી સ્થિતિમાં આ યુવા ખેલાડીને તક મળી શકે છે.

જો આવનારા સમયમાં વિરાટ કોહલીનું બેટ કામ નહીં કરે તો તેની જગ્યાએ 23 વર્ષનો યુવા બેટ્સમેન ઇશાન કિશન તેનું સ્થાન લઈ શકે છે. આ યુવા બેટ્સમેને ખૂબ જ ધમાકેદાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો છે. ટી-20 અને વન-ડેમાં ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ બેટ્સમેન બેટિંગની દ્રષ્ટિએ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

ઇશાન કિશનની વાત કરીએ તો તેણે ટીમ ઇન્ડિયા માટે 2 વન-ડે અને 5 ટી-20 મેચો રમી છે. આ બંને ફોર્મેટમાં તેની પાસે અડધી સદીનો રેકોર્ડ છે. ઇશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવે છે. તેની બેટિંગ પરથી અંદાજ લગાવી શકાય કે આ ખેલાડી ભવિષ્યમાં ભારતીય ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવી શકે છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા આ સિરીઝ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. જો રોહિત શર્માની વાપસી થશે તો ઇશાન કિશનને તક મળવાની સંભાવના વધી શકે છે. કારણકે ઈશાન કિશનને રોહિત શર્માનો ખાસ ખેલાડી માનવામાં આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ઇશાન કિશન રમી રહ્યો છે. ભારતીય ટીમમાં ઇશાન કિશન નંબર ત્રણ પર ઉતરીને વિરાટ કોહલીનું પત્તું હંમેશા માટે કાપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *