23 વર્ષીય ભાવનગરના આ ઘાતક ખેલાડીને દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ખરીદ્યો…

આઇપીએલ 2022 પહેલા બેંગલોર ખાતે યોજાયેલ ભવ્ય મેગા ઓક્શનમાં 600 જેટલા ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામ નોંધાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એમ બે નવી ટીમો સહિત કુલ 10 ટીમો આ ઓક્શનમાં ખેલાડીઓને ખરીદવા માટે મોટી જંગ લડી રહી હતી. દિગ્ગજ ખેલાડીઓને ખરીદવા માટે ટીમો વચ્ચે મોટી બોલી લાગી હતી.

આઇપીએલ 2022નું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની મનપસંદ ટીમ બનાવી લીધી છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેણે ઓક્શન પહેલા પૃથ્વી શો, એનરીચ નોર્ટજે, રિષભ પંત અને અક્ષર પટેલને જાળવી રાખ્યા હતા. આ ચારેય ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ માટે મેચ વિનર સાબિત થયા હતા. જેના કારણે તેઓને જાળવી રાખવામાં આવ્યા હતા.

મેગા ઓક્શનના પ્રથમ દિવસે જ દિલ્હી કેપિટલ્સે પોતાનો દબદબો બનાવ્યો હતો. પહેલા દિવસે જ ઘણા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સ દ્વારા 23 વર્ષીય આ ગુજ્જુ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ગુજરાતના ચેતન સાકરીયાને દિલ્હી કેપિટલ્સ દ્વારા 4.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરીયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. આ ખેલાડી ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. તે ટુંકા ફોર્મેટમાં ઘાતક બોલિંગ માટે જાણીતો છે. છેલ્લા ઘણા સમયથી તે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

ગયા વર્ષે આઇપીએલમાં ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ દ્વારા 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેણે ગત સિઝનમાં 14 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી. તેના આવા પ્રદર્શનના કારણે ભારતીય ટીમમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી હતી. શ્રીલંકા સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં તેનું ડેબ્યૂ કરાવવામાં આવ્યું હતું.

ભાવનગરના ચેતન સાકરીયાને ગત સિઝન કરતાં ત્રણ કરોડ રૂપિયા વધારે મળ્યા છે. હવે ચેતન સાકરીયા દિલ્હીની ટીમ તરફથી આઇપીએલમાં રમતો જોવા મળશે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ દ્વારા ઘણા ઘાતક ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમ ફરી એક વાર પ્લેઓફમાં પહોંચવા માટે દાવેદાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *