23 વર્ષનો આ ઘાતક બેટ્સમેન જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…

ટીમ ઇન્ડિયાનો વરિષ્ઠ ઓપનર રોહિત શર્મા હાલ વિશ્વનો સૌથી બેસ્ટ ઓપનિંગ પ્લેયર છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તે છેલ્લા ઘણા વર્ષોથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. એ વાતમાં પણ કોઇ શક નથી કે રોહિત શર્મા પોતાના દમ પર મેચની તસવીર બદલી શકે છે. પરંતુ હવે ધીમે ધીમે રોહિત શર્માની ઉંમર વધી રહી છે. આવનારા કેટલાક વર્ષો બાદ તે ક્રિકેટને અલવિદા કહી શકે છે.

તેવામાં સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે રોહિત શર્માની જગ્યા કોણ લેશે? કારણ કે રોહિત શર્મા એક એવો ખેલાડી છે કે જેણે વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

રોહિત શર્મા હાલ 34 વર્ષનો છે. આ ઉંમર બાદ થોડા વર્ષોમાં મોટાભાગના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેતા હોય છે. રોહિત શર્મા પણ આવનારા કેટલાક વર્ષો બાદ ટીમ ઇન્ડિયાને અલવિદા કહી શકે છે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયામાં રોહિત શર્માનું સ્થાન કોણ લેશે તે સૌથી મોટો સવાલ છે.

રોહિત શર્માની જવાબદારી ઇશાન કિશન સંભાળી શકે છે. ઇશાન કિશને બેટથી દર્શાવ્યું છે કે તે પણ રોહિત શર્માની જેમ પાવરફુલ શોર્ટ્સ રમી શકે છે. તે હાલ માત્ર 23 વર્ષનો છે, અને તેને ટીમ ઇન્ડિયાના ભવિષ્ય તરીકે પણ માનવામાં આવી રહ્યો છે. તેની આ ઘાતક બેટિંગને જોતાં તેને ટી 20 વર્લ્ડ કપ 2021 માટે પણ પસંદ કરવામાં આવ્યો છે.

ઇશાન કિશનને આઇપીએલ 2021 ની છેલ્લી બે મેચોમાં ધમાલ મચાવી દીધો હતો. તેણે આ સિઝનમાં આમ તો કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું પરંતુ છેલ્લી બે મેચોમાં ખતરનાક પ્રદર્શન કરી તેણે પોતાની દાવેદારી રજુ કરી હતી. આઇપીએલ બાદ તેણે ટી 20 વર્લ્ડ કપ 2021 ની પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત 70 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઇએ કે રોહિત શર્માની ગેરહાજરીમાં તે ભારત માટે ઓપનિંગ કરી ચૂક્યો છે. જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો રોહિત શર્મા બાદ ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે કારણ કે તે હાલ માત્ર 23 વર્ષનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *