રાહુલ કેપ્ટન બનતા 22 વર્ષીય આ ઘાતક ખેલાડીનું કરિયર થઇ જશે સમાપ્ત…

ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ફેરફારો થઇ રહ્યા છે. ટી 20 વર્લ્ડકપ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં ભારતીય ટીમ વેરવિખેર થઇ હતી.

ભારતીય ટીમ માટે વિરાટ કોહલી બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાલમાં ભારત આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થઇ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ફરી એકવાર વિદેશી પ્રવાસમાં ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ હારી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે.

ભારતીય ટીમમાં ટેસ્ટ ફોર્મેટ માટે નવા કેપ્ટન તરીકે કેએલ રાહુલને સૌથી મોટો દાવેદાર માનવામાં આવે છે. બીસીસીઆઇ હવે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન ઇચ્છે છે. તમને જણાવી દઇએ કે રોહિત શર્મા પહેલેથી જ લિમિટેડ ઓવરના કેપ્ટન છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ફોર્મેટમાં રાહુલને કેપ્ટન બનાવી શકે છે. રાહુલની ઉંમર હજુ નાની છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી કમાન સંભાળી શકે છે.

કેએલ રાહુલ ભારતીય ટીમનો ટેસ્ટ કેપ્ટન બનશે તો આ ખેલાડીની કારકિર્દી જોખમમાં આવી શકે છે. રાહુલ કેપ્ટન બનતાની સાથે જ ઓપનર તરીકે તેનું સ્થાન નિશ્ચિત થઇ જશે. આવી સ્થિતિમાં પૃથ્વી શોની કારકિર્દી અંત તરફ આગળ વધશે. માત્ર 22 વર્ષનો આ બેટ્સમેન શાનદાર ઓપનર છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.

પૃથ્વી શોની વાત કરીએ તો ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે ઘણા સમયથી મહેનત કરી રહ્યો છે. પૃથ્વીને 2020 માં ઓસ્ટ્રેલિયા સામે તક આપવામાં આવી હતી અને તે ફ્લોપ જતાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસમાં જગ્યા મળી પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં. ફક્ત એક મેચમાં ફેલ જવાને કારણે આવી રીતે બહાર કરી શકાય નહીં.

બીજી તરફ રોહિત શર્માની વાત કરીએ તો તેની ઉંમર 35 વર્ષની છે અને બીસીસીઆઇ લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે તેવો કેપ્ટન ઇચ્છે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ નાની ઉંમરે ઘણા લાંબા સમય સુધી આ જવાબદારી સંભાળી શકે છે અને તે આ પદ માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *