22 વર્ષનો આ ઘાતક ખેલાડી જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…
ભારતીય ટીમને ટી 20 વર્લ્ડકપમાં હાર મળ્યા બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં જીત મેળવી હતી. ત્યારબાદ હવે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા માટે ભારતીય ટીમ પહોંચી ગઇ છે. આ સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટેસ્ટ સીરીઝ ભારત માટે ઘણી અગત્યની છે કેમ કે આ પહેલા ભારતે એક પણ સિરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી.
હવે વાત કરીએ રોહિત શર્માની તો આ ખેલાડી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં નંબર વન ગણાય છે. રોહિત શર્મા પોતાના દમ પર મેચ જીતાડી શકે છે. કોઇ પણ ખેલાડી પોતાની વૃદ્ધાવસ્થાને કારણે ક્રિકેટને અલવિદા કહેતો હોય છે. રોહિત શર્માની ઉંમર હાલ 34 વર્ષની છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે એક મજબૂર ખેલાડી છે. પરંતુ તેની ઉંમરને જોતાં ભારતને નવો વિકલ્પ શોધવો પડશે.
રોહિત શર્મા ભારત માટે ઘણીવાર સદી ફટકારીને મેચ વિનર સાબિત થયો છે. આ ઉપરાંત આઇપીએલમાં તેની કેપ્ટનશીપ હેઠળ સૌથી વધારે કપ જીતવાનો રેકોર્ડ પણ છે. પરંતુ થોડાક વર્ષો પછી તે ક્રિકેટને અલવિદા કહી શકે છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે ભારતીય ટીમમાં કયો ખેલાડી એવો છે કે જે તેનું સ્થાન લેશે.
તાજેતરમાં આ ખેલાડીએ પોતાના સારા પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઇએ કે તે ખેલાડી પૃથ્વી શો છે. આ ખેલાડી માત્ર 22 વર્ષનો છે. આ ખેલાડીને ભારતના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે. પૃથ્વી શો હાલમાં વિશ્વના ખતરનાક ખેલાડીમાંનો એક છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે અલગ અંદાજમાં જોવા મળે છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું નથી. પરંતુ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તેને સ્થાન મળી શકે છે. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા તેણે ઘણી મેચોમાં મેચ વિનિંગ પરફોર્મન્સ આપી ચૂક્યો છે. આ ઓપનિંગ બેટ્સમેન લાંબા સમય સુધી મેદાન પર રહીને રન બનાવી શકે છે.
છેલ્લા ઘણા સમયથી સિલેક્ટરો તેને નજરઅંદાજ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે. રોહિત શર્માની ઉંમર વધવાની સાથે તે નિવૃત્તિ લઇ શકે છે. આવી સ્થિતિમાં પૃથ્વી શો આ દિગ્ગજ ખેલાડી ના સ્થાને હિટમેન તરીકે ભારતીય ટીમમાં સ્થાન લઇ શકે છે. 22 વર્ષનો આ ખેલાડી લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે ઓપનિંગ કરી શકે છે.