22 વર્ષનો આ ઘાતક ખેલાડી આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…

ટીમ ઇન્ડિયા હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારત તરફ પલ્લું ભારે રાખ્યું છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ આફ્રિકા સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાવાની છે. વનડે સિરીઝની મેચ 19,21 અને 23 જાન્યુઆરીએ રમાશે.

આગામી થોડા દિવસોમાં આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે. આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્મા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતા. ઇજાને કારણે રોહિત શર્મા સિરીઝમાંથી બહાર થયો હતો અને હવે તે વન-ડે સિરીઝમાંથી પણ બહાર થઇ શકે છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વન ડે ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને અન્ય ખેલાડીને તક મળી શકે છે. એક એવો ખેલાડી છે કે જે લાંબા સમયથી ટીમની બહાર છે અને તેનું બેટ આગ લગાવવા માટે તૈયાર છે. પરંતુ પસંદગીકારો આ ખેલાડીની સતત અવગણના કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી પૃથ્વી શો છે. પસંદગીકારો પૃથ્વી શો જેવા મજબૂત ખેલાડીની સતત અવગણના કરી રહ્યા છે. પૃથ્વી શો હાલમાં વિશ્વના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનમાંનો એક છે. ટીમ ઇન્ડિયાને આગામી દિવસોમાં એક નવા બેટ્સમેનની જરૂર પડશે. ટીમ ઇન્ડિયામાં રોહિત શર્માનું સ્થાન પૃથ્વી શો લઇ શકે છે.

22 વર્ષના આ બેટ્સમેનને ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવે છે. તેણે પોતાની બેટિંગથી તમામ લોકોના દિલ જીતી લીધા છે. આ ખેલાડી રોહિત શર્મા કરતાં પણ તોફાની બેટિંગમાં નિષ્ણાંત માનવામાં આવે છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી પૃથ્વી શો જેવા યુવા ખેલાડીને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી શકે છે.

ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પૃથ્વી શોમાં સેહવાગ અને સચિનની ઝલક દેખાઇ રહી છે. 22 વર્ષના આ યુવાન ઓપનર આક્રમક બેટ્સમેન છે. જો પૃથ્વી શોને મહત્તમ તકો આપવામાં આવે તો તે દુનિયાના કોઇપણ ખૂણે રન બનાવી શકે છે. તેની ઉંમર નાની છે આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં સેટ કરવામાં આવે તો તે ભવિષ્યમાં ભારત માટે લાંબા સમય સુધી ફાયદારૂપ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *