22 વર્ષનો આ યુવા ખેલાડી અચાનક જ ટીમ ઇન્ડિયામાંથી થયો ગાયબ…
તાજેતરમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમવા માટે રવાના થયેલ છે. 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે. બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.
આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયા હોવાથી ટીમમાંથી બહાર થઇ ગયા છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. ભારતે અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકાની ધરતી પણ એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી. પરંતુ કોચ દ્રવિડ સાથે ભારતીય ટીમ આ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે.
ટી 20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને ઘણા જૂના ખેલાડીઓની વાપસી પણ થઇ છે. આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર થયો છે.
તમને જણાવી દઇએ કે તે ખેલાડી વોશિંગ્ટન સુંદર છે. વોશિંગ્ટન સુંદર ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નાનકડી ઇજાને કારણે ટીમમાંથી બહાર થયો હતો. ત્યાર પછી તેની જગ્યાએ જયંત યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. ટી 20 વર્લ્ડકપમાં અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને તક આપવામાં આવી નહોતી. હવે આ ખેલાડી ફીટ હોવા છતાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી રહ્યું નથી.
વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થયા પહેલાની ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. કેમ સ્થાન નથી મળ્યું તેનો જવાબ કોઇ પાસે નથી. આકાશ ચોપરાએ આ વિશે પોતાની ચેનલમાં જણાવ્યું હતું કે જો તેની પસંદગી ન થઇ હોય તો ટીમ ઇન્ડિયાએ આ બાબતે ખુલાસો કરી દેવો જોઇએ. તેણે કહ્યું કે કે રવિન્દ્ર જાડેજા પણ હાલ ઉપલબ્ધ નથી તો આ ખેલાડીને તક મળવી જોઇએ.
વોશિંગ્ટન સુંદરે નાનકડી ઇજાને કારણે પોતાની કારકિર્દી પર બ્રેક લગાવી છે. તે ટીમ ઇન્ડિયામાંથી અચાનક ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ ખેલાડી એટલો કમનસીબ હતો કે પસંદગીકારોએ તેને પૂછ્યું પણ નથી. તેના સ્થાને સાઉથ આફ્રિકા પ્રવાસ પર જયંત યાદવની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયા નવા કોચ દ્રવિડ સાથે આ સિરીઝ જીતી આવે તેવી અપેક્ષા છે.