વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આ 22 વર્ષીય સેહવાગને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત આજે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામેની આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે સિરીઝમાંથી બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થવાની છે. તેના આવતાની સાથે જ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર થયા છે. રોહિત શર્મા કોઇ પણ હાલતમાં આ સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા ખેલાડીઓને સામેલ કર્યા છે. પરંતુ આ 22 વર્ષીય આ યુવા ખેલાડીને સ્થાન આપ્યું નથી. આ ખેલાડી સેહવાગની જેમ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી અજાયબીઓ કરી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતની ટીમને અંડર-19 વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી પૃથ્વી શોને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક આપવામાં આવી નથી. આ ખેલાડી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. 2020-21 દરમિયાન થયેલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આ ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્યાર પછી તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું નથી.
પૃથ્વી શો તેની આક્રમક બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતો થયો છે. આ ખતરનાક ખેલાડીમાં વિરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળે છે. આઇપીએલમાં પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી કેપિટલ્સે આઇપીએલ 2022 માટે પૃથ્વી શોને 8 કરોડની રકમ સાથે જાળવી રાખ્યો છે.
પૃથ્વી શોની ઉંમર 22 વર્ષ છે, આવી સ્થિતિમાં તેને ભારતીય ટીમમાં તક આપવામાં આવે તો તે લાંબા સમય સુધી ભારતીય ટીમને ફાયદો અપાવી શકે છે અને ભારતીય ટીમમાં કાયમી સ્થાન નિશ્ચિત કરી શકે છે. તાજેતરમાં યોજાયેલ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને તક આપવામાં આવી નથી પરંતુ આગામી શ્રીલંકા સામેની સિરીઝમાં તેને સામેલ કરવામાં આવી શકે છે.