21 વર્ષનો આ ઘાતક ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં બનશે રોહિત શર્માનું સૌથી મોટું હથિયાર…
સાઉથ આફ્રિકા સિરીઝમાં કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં મેદાને ઉતરશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરીથી મેદાન પર જોવા મળશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ વન-ડે સિરીઝ અમદાવાદ ખાતે રમાશે અને ત્રણ ટી-20 સિરીઝ કોલકત્તા ખાતે રમાશે. રોહિત શર્મા આવતાની સાથે જ આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવી છે. 21 વર્ષના મેજીક સ્પીનરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી રોહિત શર્માનું મોટું હથિયાર બની શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ટીમ ઇન્ડિયામાં પ્રથમ વખત યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઇને તક આપવામાં આવી છે. રવિ બિશ્નોઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીને તાજેતરમાં આઇપીએલની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે 4 કરોડ રૂપિયા ખર્ચી ખરીદવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં આ ખેલાડીની પસંદગી પણ કરવામાં આવી છે.
રવિ બિશ્નોઇ બોલને હવામાન ઝડપી ફેકે છે અને આ કારણે બેટ્સમેનને વધુ સમય મળતો નથી. સામાન્ય લેગ સ્પિનરની તુલનામાં બોલિંગ કરતી વખતે રવિ હાથ સીધો રાખે છે. તે અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન જેવી જ બોલિંગ કરે છે. આ યુવા બોલરની અજાયબીઓ અન્ડર-19 વર્લ્ડકપમાં જોવા મળી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
રવિ બિશ્નોઇ શરૂઆતના દિવસોમાં ફાસ્ટ બોલર હતો. પરંતુ નાજુક શરીરના કારણે કોચે તેને સ્પિન બોલિંગ કરવા માટે જણાવ્યું હતું. હવે આ ખેલાડી સ્પિન બોલિંગમાં ઘણો પ્રખ્યાત થયો છે. આ ખેલાડી સારૂ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.