19 વર્ષીય આ ઘાતક ખેલાડી જલ્દી લેશે વિરાટ કોહલીનું સ્થાન! ટીમ ઇન્ડિયાને મળશે નવો કિંગ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વન-ડે સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. મોટી વાત તો એ છે કે આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાત થઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય અંડર 19 ટીમ ઓસ્ટ્રેલિયાને સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ ટીમમાં ઘણા બધા એવા યુવા ખેલાડીઓ છે જે આગામી સમયમાં ભારતીય ટીમ તરફથી રમી શકે છે.

અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું છે. બુધવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 96 રને માત આપીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતીને પાંચમી વખત અંડર 19 વર્લ્ડકપ પોતાના નામે કરવા માગશે.

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચની વાત કરવામાં આવે તો ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમના કેપ્ટન યશ ધુલે 110 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેના દમ પર ભારતીય ટીમે આ મેચને આસાનીથી જીતી લીધી હતી.

આ મેચમાં કેપ્ટન યશ ધુલની સાથે વાઇસ કેપ્ટન શેખ રશીદે 94 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઇ હતી. જેના દમ પર ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 290 રન બનાવવામાં સફળ રહી હતી.

યશ ધુલ ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો છે અને અંડર 19 વર્લ્ડ કપમાં સદી ફટકારી હોય. આ પહેલા આ કારનામું વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદે કરી બતાવ્યું હતું. સેમિફાઇનલ મેચમાં આ ઘાતક ખેલાડીએ સારું પ્રદર્શન કરીને એ દર્શાવ્યું છે કે તે આગામી સમયમાં ભારતીય ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *