19 વર્ષના આ યુવા ખેલાડીએ રચ્યો ઇતિહાસ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ નથી કરી શક્યા આવું…

ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝનો સામનો કરી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રીલંકા સામેની બંને સિરીઝો માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બધાની વચ્ચે ભારતીય જુનિયર ટીમના કેપ્ટન યશ ધૂલની વાત કરીએ તો તે હાલ રણજી ટ્રોફી રહ્યો છે. તેને રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં ધમાલ મચાવ્યો છે. તેણે અંડર-19 વર્લ્ડકપ બાદ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે તે માત્ર દોઢ વર્ષની અંદર જ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવશે. જેની તૈયારી તેને અત્યારથી જ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

અંડર-19 ટીમનો કેપ્ટન યશ ધૂલ હાલમાં રણજી ટ્રોફી રમી રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર યશ ધૂલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે તમિલનાડુ સામે અણનમ 113 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સને કારણે દિલ્હીએ સરળતાથી મેચ ડ્રો કરી લીધી હતી. યશ ધૂલે 17 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુ સામે ડેબ્યૂ કર્યું હતું અને તેણે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં પણ 113 રન બનાવ્યા હતા.

આ ઇનિંગની સાથે જ યશ ધૂલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે રણજી ટ્રોફીની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેમના પહેલા નારી કોન્ટ્રાક્ટર અને વિરાગ અવટે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ બંને ખેલાડીઓએ પણ પોતાની ડેબ્યૂ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી.

સમગ્ર મેચ ની વાત કરીએ તો ગુવાહાટીમાં ગ્રુપ એચ મેચમાં ટોસ હાર્યા બાદ દિલ્હીનો પ્રથમ દાવમાં 452 રનમાં સમેટાઇ ગયો હતો. જેમાં લલિત યાદવે 177 અને યશ ધૂલે 113 રનનું યોગદાન આપ્યું હતું. તેના જવાબમાં તમિલનાડુએ પ્રથમ ઇનિંગમાં 494 રન બનાવ્યા હતા. જેમાં શાહરૂખ ખાને 194 અને બાબા ઇન્દ્રજીતે 117નું યોગદાન આપ્યું હતું.

ત્યારબાદ બીજી ઇનિંગમાં યશ ધૂલે ઓપનિંગ બેટ્સમેન ધ્રુવ શોરે સાથે 228 રનની ભાગીદારી કરી હતી. યશ ધૂલે બીજી ઇનિંગમાં પણ 14 ફોર અને 1 સિક્સની મદદથી 113 રન બનાવ્યા હતા. આ ઇનિંગની સાથે તેણે એ સિદ્ધિ હાંસલ કરી છે જે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ હાંસલ કરી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *