18 વર્ષીય આ ઘાતક ખેલાડીએ તોડ્યો શિખર ધવનનો રેકોર્ડ, જલ્દી મળશે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

દર વર્ષે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ખેલાડીઓ અંડર-19 ભારતીય ટીમમાં પ્રવેશ મેળવતા હોય છે. તાજેતરમાં આઇસીસી અંડર-19 વર્લ્ડકપ 2022 ચાલી રહ્યો છે. ભારતીય ટીમ ચાર વખત અંડર-19 વર્લ્ડકપ જીતી ચુકી છે. ભારતીય ખેલાડીઓ પોતાના કરિયરની શરૂઆત આ ફોર્મેટમાંથી જ કરતા હોય છે.

આઈસીસી અંડર-19 વર્લ્ડકપમાં ટોટલ 16 ટીમો રમતી જોવા મળે છે. આ બધી ટીમોને ટોટલ 4 ગ્રૂપમાં વહેંચવામાં આવે છે. હાલમાં ભારતીય ટીમ ગ્રૂપ Bમાં પ્રથમ સ્થાન પર 6 પોઇન્ટથી આગળ વધી રહી છે. ભારતીય ખેલાડીઓએ પોતાના સારા પ્રદર્શનથી ત્રણેય મેચો જીતી છે. આ ઉપરાંત ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં શનિવારે ભારતીય ટીમ યુગાન્ડા સાથે ટકરાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડી અંગક્રિશ રઘુવંશી અને રાજ બાવાએ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ભારતની સારી શરૂઆત અપાવી હતી. રાજ બાવાએ આ મેચમાં શિખર ધવનનો મોટો રેકોર્ડ તોડ્યો છે. આ ખેલાડી ટૂંક સમયમાં આઈપીએલમાં જોવા મળી શકે છે.

ભારતીય ટીમ પહેલેથી જ કવોટર ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ભારતીય ટીમનો ઓપનર અંગક્રિશ રઘુવંશી 120 બોલમાં 22 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર સદી ફટકારી હતી. હરનુર સિંહ અને નિશાંત સિંધુની વિકેટ ગુમાવ્યા બાદ રાજ બાવાએ અંગક્રિશનો સાથ આપ્યો અને અંત સુધી ટકી રહ્યો હતો. રાજભાએ 108 બોલનો સામનો કરીને 162 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 14 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

રાજ બાવા અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા શિખર ધવને 2004માં ઢાકામાં સ્કોટલેન્ડ સામે 155ની ઇનિંગ હતી. પરંતુ હવે રાજ બાવાએ તેનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આવી ઈનિંગ રમીને તાજેતરમાં આ ખેલાડી વિશ્વભરમાં પ્રખ્યાત થયો છે.

રાજ બાવાએ અંડર-19 વર્લ્ડકપ 2022માં 162ની શાનદાર ઇનિંગ રમી હતી. જે છેલ્લા 14 વર્ષમાં કોઇ ભારતીય બેટ્સમેન ન કરી શક્યો તેવું કામ આ ખેલાડીએ કરી બતાવ્યું છે. આગામી સમયમાં આ ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા મેળવી શકે છે. આ ખેલાડીએ ટૂંક સમયમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *