ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, ઈજાના કારણે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે આ ઘાતક ખેલાડી…

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 નું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપ 2021 માટે દરેક દેશે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારત પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ રમવાની છે.

ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવેલ લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વરુણ ચક્રવર્તીના ઘૂંટણ સારી સ્થિતિમાં નથી.

આઈસીસીના નિયમો અનુસાર, કોઈ પણ દેશ તેની ટીમમાં 10 ઓક્ટોબર સુધી ફેરફાર કરી શકે છે. તેથી જો વરુણ ચક્રવર્તી ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તો તેના સ્થાને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે.

મળતી માહિતી મુજબ, કેકેઆર સપોર્ટ સ્ટાફે વરુણ માટે વિગતવાર ફિટનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. તેને પેઇનકિલર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. જેથી તે ચાર ઓવર ફેંકી શકે. આ ઈન્જેકશનથી દુખાવામાં રાહત મળે છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમે વરુણ ચક્રવર્તી પર સખત મહેનત કરવી પડશે. કારણ કે વરુણ ચક્રવર્તીના ઘૂંટણ સંપૂર્ણપણે ઠીક નથી.

વરુણ ચક્રવર્તીનું દર્દ ટીવી પર દેખાતું નથી, પરંતુ જ્યારે તે બોલિંગ કરતો નથી ત્યારે તેને ઘૂંટણમાં દુઃખાવો થાય છે. વરુણ ચક્રવર્તીએ આઇપીએલની વર્તમાન સિઝનમાં 6.73 ની ઇકોનોમીથી અત્યાર સુધીમાં 13 મેચમાં 15 વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *