ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, પાકિસ્તાન સામેની મેચમાં આ ઘાતક ખેલાડીઓનું પત્તું કપાશે…

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાન પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ દુબઇમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ ટકરાતા હોય છે. તેથી આ મેચને જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે.

તમને જાણીને નવાઇ લાગશે કે આ હાઇવોલ્ટેજ મેચની ટિકિટ તો માત્ર એક કલાકમાં વેચાઇ ગઇ હતી. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં પાંચ મેચો રમાઇ છે. જેમાં તમામ મેચો ભારતે જીતી છે.

આ વખતે ભારતને ટી 20 વર્લ્ડકપ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કારણ કે ભારતીય ટીમમાં એવા ઘણા બધા ખેલાડીઓ છે જે માત્ર એક ઓવરમાં મેચ પલટી શકે છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ બંને મેચો ભારતીય આસાનીથી જીતી લીધી છે.

પ્રેક્ટિસ મેચ બાદ વિરાટ કોહલી ટીમ કોમ્બિનેશનને લઇને અટવાયેલો છે. કારણ કે પ્રેક્ટિસ મેચમાં ઘણા બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરી પાકિસ્તાન સામેની મેચ માટે પોતાની દાવેદારી રજુ કરી છે. તેથી હવે પાકિસ્તાન સામેની મેચમાં કયા ખેલાડીઓને રાખવા અને ક્યાં ખેલાડીઓને ન રાખવા તેને લઇને વિરાટ કોહલીની મુશ્કેલી વધી છે.

પરંતુ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે જેનું પત્તું પાકિસ્તાન સામેની મેચ માંથી કપાઇ શકે છે. આ ખેલાડીનું નામ ભુવનેશ્વરકુમાર. ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. સમગ્ર આઇપીએલ 2021 દરમિયાન તેણે માત્ર છ વિકેટ મેળવી હતી.

ભુવનેશ્વર કુમારના ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે પાકિસ્તાન સામેની મેચમાં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં. ભુવનેશ્વર કુમાર ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ નહોતી મળી.

જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં તેણે 4 ઓવરમાં 27 રન આપી એક વિકેટ પોતાના નામે કરી હતી. આ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તે પાકિસ્તાન સામેની મેચમાં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *