સચિનને પસંદ કરી બેસ્ટ પ્લેઇંગ 11, કોહલી કે ધોની નહીં પરંતુ આ ખેલાડીઓને આપ્યું સ્થાન…
ભારતીય ટીમ ક્રિકેટ જગતમાં સૌથી મજબૂત ટીમ ગણાય છે. દર વર્ષે આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશીને પોતાનું કરિયર બનાવતા હોય છે. ભારતે અત્યાર સુધીમાં બે વનડે વર્લ્ડકપ અને એક ટી 20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતીય ખેલાડીઓએ વિશ્વભરમાં પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે.
સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીઓ હાલમાં મેચવિનર સાબિત થઈ રહ્યા છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના નામે બેટિંગના મોટાભાગના રેકોર્ડ રહ્યા છે. વિશ્વનો સૌથી મોટો બોલર પણ સચીનથી ડરતો હતો અને સચિનને તેના સમયનો શ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવતો હતો.
સચિન તેંડુલકરે પોતાના શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ખેલાડીઓની ટીમ બનાવી છે.આ ટીમમાં ઘણા ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ ટીમમાં મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને નહીં પરંતુ અન્ય ખેલાડીઓને પસંદ કર્યા છે. તો ચાલો જોઈએ આ પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન આપવામાં આવ્યું છે.
સચિન તેંડુલકરે ભારતના વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કરને તેમની સર્વશ્રેષ્ઠ ઇલેવનમાં ઓપનિંગ તરીકે સ્થાન આપ્યું છે. સચિને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને ત્રીજા નંબર પર સ્થાન આપ્યું છે. બ્રાયન લારા વિશ્વમાં સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે. સચિને વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રીચડર્સને પોતાની ટીમમાં ચોથા નંબર પર સ્થાન આપ્યું છે.
સચિને સાઉથ આફ્રિકાના ઓલ-રાઉન્ડર જેક કાલિસને પાંચમાં નંબર પર સ્થાન આપ્યું છે. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યો છે. સચિને વિકેટકીપર તરીકે ધોનીની પસંદગી ન કરીને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટનેસાતમું સ્થાન આપ્યું હતું. આશ્ચર્યની વાત એવી હતી કે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું નહીં.
સચિને ઓસ્ટ્રેલિયાના મહાન લેગસ્પિનર શેન વોર્નને આઠમું સ્થાન આપ્યું છે. પાકિસ્તાનના ઝડપી બોલર વસીમ અકરમને નવમું સ્થાન આપ્યું છે. ભારતના સ્પિનર હરભજન સિંહને દસમાં ક્રમે અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને અગિયારમા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે ઇતિહાસના સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીઓને સ્થાન આપ્યું છે.