રાશિદ ખાન સહિત આ પાંચ ખેલાડીઓને ખરીદવા માટે મેગા ઓક્શનમાં થશે ટીમો વચ્ચે હરિફાઇ…

આઇપીએલ 2022 પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. તમામ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બે નવી ટીમો જલ્દી પોતાના ખેલાડીઓના નામ જાહેર કરશે. પરંતુ તમામ ટીમોની નજર વિદેશી ખેલાડીઓ પર રહેશે. આ પાંચ મોટા વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરને હૈદરાબાદની ટીમે જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં તે લખનઉ અથવા અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે. આ ખેલાડી મોટી રકમ સાથે ખરીદાઇ શકે છે.

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરેન આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતો હતો. પરંતુ ટીમે બહાર રાખતા મેગા ઓક્શનમાં આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.

ન્યૂઝીલેન્ડના ઓલી રોબિન્સને ગત સિરીઝમાં ભારત સામે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હાલમાં આ ખેલાડી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. મેગા ઓક્શનમાં તમામ ટીમો આ ખેલાડીઓને ખરીદવા પ્રયત્ન કરશે.

અફઘાનિસ્તાનનો સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાન સૌથી મોંઘો ખેલાડી સાબિત થઇ શકે છે. રાશિદ ખાનને વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે અને હૈદરાબાદની ટીમે તેને જાળવી રાખ્યો નથી.

ઇંગ્લેન્ડના ધમાકેદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં મેદાન પર વાપસી કરી છે. રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને રિટેન કર્યો નથી. આવી સ્થિતિમાં તેને ખરીદવા માટે ટીમો વચ્ચે હરીફાઇ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *